ગુજરાત

gujarat

ETV Bharat / state

વિભાવરી દવેએ કોરોના મહામારી વચ્ચે પણ વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો - Celebration of Development Week in bhavnagar

ભાવનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, આમ તો આપણે ખેતી અને ટ્રાફિક જેવી બાબતના સપ્તાહ જોયા હશે, પણ હવે નવી રાજકીય નીતિ જોવા મળશે. જેમ ટ્રાફિક સપ્તાહ ઉજવાય છે, તેવી જ રીતે હવે સત્તામાં બેસેલા લોકો વિકાસ સપ્તાહની ઉજવણી કરશે. તેનો પ્રારંભ ભાવનગરથી થઈ ચૂક્યો છે. વિભાવરી દવેએ કોરોના મહામારી વચ્ચે પણ વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો છે.

Celebration of Development Week in bhavnagar
Celebration of Development Week in bhavnagar

By

Published : Sep 11, 2020, 6:28 PM IST

ભાવનગરઃ આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે લોકડાઉન બાદ અનલોકમાં મનપા બાદ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને હવે પૂર્વના ધારાસભ્યોને વિકાસના કામો યાદ આવ્યાં છે. મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવેએ તો વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરી નાખ્યું છે. વિકાસ સપ્તાહનો પ્રારંભ પણ શુક્રવાથી કરી દેવામાં આવ્યો છે.

ભાવનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી

ધારાસભ્યોને ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસ, તુટેલા રસ્તા જેવી વિકરાળ સમસ્યાઓ દેખાતી નથી, પણ ચૂંટણી આવતા વિકાસના કામો જરૂર દેખાવા લાગે છે. ત્યારે વિકાસ સપ્તાહ હેઠળ મોર્ડન આંગણવાડી બનાવવાનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સ્ટીલની ડીશ અને ચમચીનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે. 7 લાખના ખર્ચે આ મોર્ડન આંગણવાડી બનાવવામાં આવશે.

વિભાવરી દવેએ કોરોના મહામારી વચ્ચે પણ વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યો

મોર્ડન આંગણવાડીનું ખાતમુહૂર્ત કર્યા બાદ આગામી સપ્તાહ સુધી રોજ એક ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી જાહેરાત વિભાવરી દવે દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરમાં પૂર્વ વિસ્તારના ભરતનગર ખાતે મોર્ડન આંગણવાડી બનાવવા માટે યોજાયેલા ખાતમુહૂર્તમાં મનપાના કમિશનર, મેયર મનહર મોરી સહિત અધિકારીઓની ટીમ કાર્યક્રમમાં હાજર રહી હતી.

મહામારીમાં પણ આવી ખાતમુહૂર્તની સિઝન : વિકાસ સપ્તાહની ઉજવણી

આ પણ વાંચો -CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

8 સપ્ટેમ્બર - દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ગુજરાતની વિકાસ યાત્રા કોરોના મહામારી વચ્ચે પણ વણથંભી રહી છે. CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details