ગુજરાત

gujarat

ETV Bharat / state

Satyanarayana Katha:ભાવનગરની સરકારી શાળામાં સત્યનારાયણ કથાનું આયોજન કરીને બાળકોને ધર્મનું શિક્ષણ આપવાનો પ્રયાસ - પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ

ભાવનગર શહેરમાં શાળાઓ શરૂ થયા બાદ બાળકોમાં કોરોનાકાળમાં ઉત્સાહ અને હકારાત્મક ઉર્જાને ઉભરાવવા માટે ભાવનગરની સરકારી શાળામાં (Bhavnagar Government School) સત્યનારાયણ કથાનું આયોજન (Satyanarayana Katha) કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યએ યોજેલી કથામાં બાળકોએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. આ ઉત્સાહિત વાતાવરણ વચ્ચે બાળકોએ કથાને સાંભળી તેનું મહત્વ સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

Satyanarayana Katha: ભાવનગર ખાતે શાળામાં સત્યનારાયણ કથાનું આયોજન કરી બાળકોને ધર્મનું શિક્ષણ આપવાનો પ્રયાસ
Satyanarayana Katha: ભાવનગર ખાતે શાળામાં સત્યનારાયણ કથાનું આયોજન કરી બાળકોને ધર્મનું શિક્ષણ આપવાનો પ્રયાસ

By

Published : Dec 29, 2021, 5:22 PM IST

Updated : Dec 29, 2021, 7:16 PM IST

ભાવનગર: કોરોનાકાળમાં ઘરમાં કંટાળી ગયેલા વિદ્યાર્થીઓને શાળા શરૂ થતાં આનંદ છવાયો છે, ત્યારે વિદ્યાર્થીમાં મહામારી વચ્ચે શિક્ષણ સાથે ધર્મનું શિક્ષણ (Teaching of religion In School) આપવાનો પ્રથમ નવીન પ્રયોગ ભાવનગરની સરકારી શાળામાં (Bhavnagar Government School) કરવામાં આવ્યો હતો. સત્યનારાયણ ભગવાનની કથાનું (Satyanarayana Katha) આયોજન કરવામાં આવ્યું અને તેની તૈયારીમાં બાળકોએ ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું. આ સાથે બાળકોમાં એક નવી ઉર્જાનો વિકાસ થયો હતો.

Satyanarayana Katha:ભાવનગરની સરકારી શાળામાં સત્યનારાયણ કથાનું આયોજન કરીને બાળકોને ધર્મનું શિક્ષણ આપવાનો પ્રયાસ

શાળામાં કથાનું આયોજન અને બાળકોનું યોગદાન ધાર્મિક ક્ષેત્રે

આમ તો શાળાઓમાં શિક્ષણને લગતી વિવિધ પ્રકારની પ્રવૃતિઓ થતી હોય છે તેમજ શાસક પક્ષના (Ruling party India) આદેશ મુજબ મહોત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ભાવનગરની જશોનાથ ખાતેની શાળા નમ્બર 47માં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના 1થી 8 ધોરણના 145 જેટલા બાળકોએ ઉત્સાહ ભેર શાળાના ધાર્મિક કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું. સત્યનારણની કથામાં વિદ્યાર્થીઓને ખુબ મજા આવી હોવાની વાત જણાવી હતી.

કથાનું આયોજન શાળામાં શા માટે અને શું પ્રેરણા કેળવાઇ

શાળા નમ્બર 47 નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની જુની શાળા છે. આ શાળામાં આસપાસના દરેક ધર્મના બાળકો અભ્યાસ માટે આવે છે, ત્યારે શાળાના આચાર્ય ભગવતી બાલધીયાએ જણાવ્યું હતું કે, આમ તો શિક્ષણ ક્ષેત્રનું જ્ઞાન આપવામાં આવતું જ હોઈ છે પણ કોરોનામાં જે રીતે ઘટનાઓ ઘટી અને બાળકોના માનસપટ પર અસર થઈ હોય તેને દૂર કરી ધર્મનું શિક્ષણ આપવાનું આ એક પ્રયાસ (Teaching of religion In School) છે. ઈશ્વર પ્રત્યે અને ધર્મ પ્રત્યે બાળકોને રુચિ આવે અને લાગણી કેળવાય તેમજ કોરોનાના દિવસોને ભૂલી ઉત્સાહમાં આવે તે હેતુથી ધર્મનું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કથામાં મહેમાનો અને દરેક ધર્મના વાલીઓે હાજર

આ ઘટના કદાચ પ્રથમ વખત ભાવનગરના ઇતિહાસમાં સાંભળવા મળી હશે. શાળાના આચાર્ય ભગવતી બાલધીયા એક માત્ર સત્યનારાયણ ભગવાનની પૂજામાં બેઠા હતા તો અન્ય શિક્ષકોએ પણ વચ્ચે સ્થાન લીધું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન (Chairman of the Education Committee) અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખએ (President of Primary Teachers Union) પણ કથામાં હાજરી આપી હતી. આમ જોઈએ તો કોરોનામાં સૌને ઈશ્વર સામે સવાલ છે તો ક્યાંક રોષ પણ છે. અંતરની આ વાતને બાળકો રજૂ કરતા નથી, ત્યારે શાળાએ ધાર્મિક કાર્ય કરીને ક્યાંક નકારાત્મક ઉર્જાને બાળકોમાંથી કાઢવા માટે ધાર્મિક શિક્ષણનું શસ્ત્ર ઉઠાવ્યું છે અને કથા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી પ્રસાદી આપી ભવિષ્યની ઉજળી આશા સેવી છે.

આ પણ વાંચો:

સુરતમાં સરકારી શાળાના શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે તેમના વિસ્તારમાં જઈને

કોરોનામાં વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા, રાજકોટ જિલ્લામાં 2000થી વધુ બાળકોનું એડમિશન

Last Updated : Dec 29, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details