ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકીય પક્ષો કરે તો કંઇ નહીં અને પ્રજા કરે તો પોલીસ મારે છે થપ્પડ - Sihor

ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ખાતે 400થી વધુ સરપંચો સાથે સીધા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સી. આર. પાટીલ સિહોર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સરપંચો તેમજ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ટ્રેક્ટર રેલી સ્વરૂપે સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકતા દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા, ગોરધન ઝાડફિયા, મનસુખ માંડવીયા જીતુ વાઘણી, પુરુષોત્તમ સોલંકી ભારતી શિયાળ, વિભાવરી દવે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા
સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા

By

Published : Jan 17, 2021, 4:27 PM IST

  • સિહોર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતીમાં સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન
  • પ્રદેશ પ્રમુખના આગમનને લઈને ભાજપ કાર્યકર્તાઓ અને સરપંચોએ ટ્રેક્ટર રેલી સ્વરૂપે કર્યું સ્વાગત
  • સ્વાગત સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા

ભાવનગર : ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ખાતે 400થી વધુ સરપંચો સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સી. આર. પાટીલ સિહોર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સરપંચો અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ટ્રેક્ટર રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મૂકતા દ્રશ્યો સર્જાયા હતા.

સિહોર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો

કોવિડ 19ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાયું

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રવાસ દરમિયાન બોટાદ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી સિહોર ખાતે પ્રદેશ મંત્રી તેમજ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્ય પ્રધાન વિભાવરી દવે, ભાજપ પ્રદેશ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી, સાંસદ ભારતી શિયાળ, ગોરધન ઝડફિયા, કુંવરજીભાઈ બાવળિયા, પુરૂષોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં 400થી વધુ સરપંચો સાથે નંદ પાર્ટી પ્લોટ ખાતે સંવાદ કાર્યક્રમા હાજરી આપતા પહેલા સિહોર ખાતે પ્રદેશ અધ્યક્ષ પહેલી મુલાકાત કરતા સિહોર ભાજપ કાર્યકરો તેમજ સરપંચો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે જે પ્રમાણે રાજકીય કાર્યક્રમોમાં કોવિડ 19ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરાતું હોવાનું સ્પષ્ટપણે રવિવારે જોવા મળતા અનેક સવાલો સ્થાનિકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકીય પક્ષો કરે તો કંઇ નહીં અને પ્રજા કરે તો પોલીસ મારે છે થપ્પડ

આમ જનતા જાહેરનામાંનો ભંગ તો દંડ

ઉલ્લેખનીય છે કે, આમ જનતા જો જાહેરનામાંનો ભંગ કરે છે તો, તેમને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો માટે જાણે કાયદો અલગથી બન્યો હોય તેમ પોલીસ દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આમ જનતા કરે તો દંડ, રાજનેતા કરે તો કોઇ કાર્યવાહી નહીં

ABOUT THE AUTHOR

...view details