ભાવનગર : કોરોના મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા કોરોનાને કાબુમાં કરવા લોકડાઉન તેમજ અલંગ ઉદ્યોગમાં નવા શીપો તેમજ શીપ કટિંગની કામગીરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોરોના કેસો ઘટતા લોકડાઉન તેમજ પ્રતિબંધોમાં ફેરફાર કરી ઉદ્યોગોની શરૂઆત થતા ફરી એકવાર ઠપ પડેલા અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગની શરૂઆત થતા રોજગાર ઉદ્યોગોની શરૂઆત થવા પામી હતી. ત્યારબાદ કોરોના કેસોને કાબુમાં (Corona Case in Alang) કરવા સરકાર દ્વારા કેટલાક નિયમો હેઠળ અલંગ ખાતે આવતા નવા શીપો તેમજ શીપ સાથે આવેલ મેમ્બરોની આરોગ્ય ચકાસણી (Health Check in Alang) તેમજ RT PCR ટેસ્ટ કર્યા બાદ જ મંજુર કરવાની કામગીરી વર્ષ 2021 જાન્યુઆરીથી આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં અલંગ ખાતે કુલ 17 શીપોમાંથી કુલ 285 કૃ મેમ્બરો અન્ય દેશોમાંથી અલંગ ખાતે RT PCR ટેસ્ટ(RT PCR test in Alang) કરવામાં આવ્યા હતા.
અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા શિપના કૃ મેમ્બરોની આરોગ્ય ચકાસણી
કોરોના સંક્રમણ સામે લડવા સરકાર દ્વારા દેશભરમાં ઝડપી વેક્સીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલ ત્રીજી લહેરમાં ઓમીક્રોનની અસર જોવા મળતા સરકાર દ્વારા આગમી ચેતવણીના ભાગ રૂપે ઉદ્યોગોમાં છૂટછાટ પરના નિયંત્રણો વધુ કડક કરવામાં આવ્યા છે. ત્યારે અલંગ ઉદ્યોગ (Alang Ship Industry) અન્ય દેશો સાથે સંકળાયેલ છે. જેને લઈને અલંગ ખાતે શીપ ભંગાણ (Sheep Wreck in Alang) માટે આવતા શીપ તેમજ કૃ મેમ્બરોની આરોગ્ય ચકાસણી (Health Check up of kru Members will be Conducted in Alang) પણ વધુ કડક રીતે થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.