ડ્રેઝીગના અભાવે રોપેક્સ ફેરી સેવા અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત કરાઈ છે. આ રોપેકસ ફેરી સેવા શરૂ થયા બાદ વિવાદમાં રહી છે. ભાવનગર જેવા શહેરને સમુદ્રી પરિવહન માટે વિદેશ જેવી સવલત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગરનું ઘોઘા અને દક્ષિણ ગુજરાતનું દહેજ દરિયા કાંઠે વસેલા છે. તે ખંભાતના અતખાતની ખાડી નો ભાગ છે. આ ખાડીમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી, વિશ્ચામિત્રી, સહિત 38થી વધુ નાની મોટી નદીઓ મળે છે. જેથી પાણી સાથે મોટા પ્રમાણમાં કાપ ખાડીમાં ઢસડાઈ આવે છે. તદ્દઉપરાંત આ સમુદ્રમાં બારેમાસ હેવી કરંટ રહે છે. પરિણામે શિપની ચેનલમાં કાપનો ભરાવો થઈ જાય છે. કાપ ભરાતા શિપ ચલાવવું મુશ્કેલ બને છે. હાલ સુચારૂ રૂપે પરિવહન સેવાનું સંચાલન કરતી ઈન્ડીગો કંપનીએ સેવા શરુ રહે તે માટે કોઈ જ કચાશ બાકી રાખી નથી.
ડ્રેઝીગના અભાવે ઘોઘા-દહેજ ફેરી સેવા સ્થગિત... - રોરો ફેરી
ભાવનગર: જિલ્લાના ઘોઘા ગામે આવેલ સમુદ્ર કિનારેથી દક્ષિણ ગુજરાતના દહેજને સમુદ્ર માર્ગે પરિવહન સેવા શરુ કરવામાં આવી હતી, પરંતુ ડ્રેઝીગના અભાવે રોપેકસ ફેરી સેવા અચોક્કસ મુદત સુધી સ્થગિત કરવામા આવી છે. આ સર્વિસ સેવા આપવાની બદલે નકારાત્મક રીતે ચર્ચાનો ભાગ બનતી રહી છે.

ઈન્ડીગો કંપની એ જીએમબીને પત્ર પાઠવી ચેનલમાં સત્વરે ડ્રેઝીગ કરવા જણાવ્યું હતું, પરંતુ જીએમબી દ્વારા આ અંગે કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા આજથી અચોક્કસ મુદત સુધી ફેરી સેવા સ્થગિત કરવાની ફરજ પડી છે. ઘોઘા અને દહેજ ટર્મિનસ સ્થિત દરિયાની ચેનલમાં શિપને ચલાવવા માટે મહત્તમ 5 થી 8 મીટરના પાણીના ડ્રાફ્ટ એટલે કે, 20 ફૂટ થી વધુ ઊંડાઈના પાણીની આવશ્કતા હોય છે, પરંતુ હાલ માત્ર એક મીટરનો ડ્રાફટ ઉપલબ્ધ છે. જેના કારણે શિપ ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી હવે ડ્રેઝીગ કાર્ય પૂર્ણ થશે. ત્યારબાદ જ રોપેકસ ફેરી સર્વિસ રાબેતા મુજબ શરૂ કરી થશે તેવું ઈન્ડીગો કંપનીના મેનેજરે જણાવ્યું હતું.