ગુજરાત

gujarat

ETV Bharat / state

અલંગમાં તેજીના મોહોલને લઈ રોલિંગ મિલોને ફાયદો - રોલિંગ મિલ

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે કોરોના સંક્રમણના લોકડાઉન બાદ અનલોક થતાં છેલ્લા ત્રણ મહિનામાં અલંગ ખાતે જહાજો શિપ કટીંગ માટે આવતા અલંગ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

bhavnagar
zx

By

Published : Jan 25, 2021, 8:12 AM IST

  • ભાવનગર જિલ્લામાં 80 રોલિંગ મિલો કાર્યરત
  • સિહોર રોલિંગ મિલોમા ઇન્ગોર,બીલેત્સ,પાટા,લોખંડની પટી બનવામાં આવી રહી છે
  • એક પછી એક જહાજો કટિંગ માટે આવતા રોલિંગ મિલોમાં તેજીનો માહોલ

ભાવનગરઃ અલંગ ખાતે એક પછી એક ક્રુઝ શિપ કટિંગ માટે આવતા ભાવનગર જિલ્લાના અલંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા રોલિંગ મિલને પણ ફાયદો થઈ રહ્યો છે. રોલિંગ મિલો શિપ કટિંગની પ્લેટોમાંથી બનવવામાં આવતા ઇન્ગોર,બીલેત્સ,પાટા,લોખંડની પટીના ભાવોમાં પણ વધારો જોવા મળતા વેપારીઓ દ્વારા હજુ પણ વધુ સારા ભાવો મળવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


અલંગમાં એક પછી એક આવી રહ્યા છે જહાજો

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે કોરોના સંક્રમણના લોકડાઉન બાદ અનલોક થતાં છેલ્લા ત્રણ મહિનામાં અલંગ ખાતે જહાજો શિપ કટીંગ માટે આવતા અલંગ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં વધુ ક્રુઝ શિપ કટીંગ માટે આવવાની માહિતી પણ મળી છે. અત્યાર સુધીમાં અલંગમાં 8 જેટલા ક્રુઝ શિપ કટીંગ માટે આવ્યા છે.

અલંગમાં તેજીના મોહોલને લઈ રોલિંગ મિલોને ફાયદો
અનલોક થતા અલંગ ખાતે 8 ક્રુઝ શિપ કટીંગ માટે આવતા તેજીનો માહોલઅલંગ ખાતે આવતા ક્રુઝ શિપ કટિંગ માટે આવતા શિપમાંથી કટિંગ કરી નીકળતી પ્લેટો એ રોલિંગ મિલો ઉપયોગમાં લઈને તેમાંથી સળિયા, પ્લેટો તેમજ પાટા બનાવવામાં આવી રહ્યા છે. જેને લઈને રોલિંગ મિલોને પણ ઘણો ખરો ફાયદો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં 80 રોલિંગ મિલો આવેલી છે. જેમાંથી 15 જેટલી મિલો એક માત્ર સિહોર ખાતે કામ કરી રહી છે. કોરોનાના કપરા સમય બાદ રોલિંગ ઉદ્યોગ મિલ ધીમે ધીમે સ્થિરતા પરકોરોનાના કપરા સમયે લોકડાઉન થતા ઉદ્યોગો બંધ રહેતા અલંગ તેમજ રોલિંગ મિલો પણ બંધ થતાં ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. પરંતુ અનલોક બાદ જે રીતે અલંગમાં એક પછી એક શિપ કટિંગ માટે આવી રહ્યા છે, જેને લઈને રોલિંગ મિલોને પણ સીધો ફાયદો થતા રોલિંગ મિલ દ્વારા બનાવવામાં આવતા મટીરીયલના ભાવો વધુ મળી રહ્યા છે. સિહોર ખાતે આવેલ 15 રોલિંગ મિલ દ્વારા દરરોજ 5 હજાર ટન જેટલું પ્રોડકશન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઈંન્ગોટ અને બીલેત્સનું મટીરીયલ જ બનવવામાં આવી રહ્યું છે. રોલિંગ એસોસિએશન દ્વારા સરકાર પાસે સબસીડીની માંગરોલિંગ મિલના પ્રમુખ હરેશભાઇ પરમાર દ્વારા જણાવ્યું કે કોરોનાને કારણે રોલિંગ મિલોના ઉદ્યોગને ઘણું ખરું નુકસાની સહન કરવી પડી છે. ઉપરાંત જે પ્રમાણે અનલોક બાદ અલંગમાં શિપો કટિંગ માટે આવી રહ્યા છે. જેને કારણે રોલિંગ મિલોને મટીરીયલના ભાવો પણ વધારે મળી રહ્યા છે અને જો આગામી દિવસોમાં અલંગમાં વધુ જહાજો આવશે તો વધુ ફાયદો થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રોલિંગ મિલોને સરકાર દ્વારા કોઈ સબસીડી આપવામાં આવતી નથી, જે બાબતે સરકાર દ્વારા વિચાર કરી યોગ્ય કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ રોલિંગ મિલોના ઉદ્યોગમાં વેગ આવવાની શક્યતાઓ માની સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details