ગુજરાત

gujarat

ETV Bharat / state

હજીરાથી ઘોઘા પહોંચી રો રોપેક્સ, ભાવનગરવાસીઓએ કર્યું સ્વાગત

હજીરાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટેની દિવાળીની અમૂલ્ય ભેટ સમાન રો રોપેક્સ ફેરી સર્વિસને વડાપ્રધાન દ્વારા હજીરાથી વર્ચ્યુઅલ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યા બાદ કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા આ ફેરી સર્વિસમાં ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેનું સાંસદ સહિતના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યારે આ ફેરી સર્વિસના પ્રારંભે આવી પહોંચેલા મુસાફરોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

Etv Bharat, Gujarati News, Ro Ro Ferry Service
હજીરાથી ઘોઘા પહોંચી રો રોપેક્સ

By

Published : Nov 9, 2020, 7:54 AM IST

  • ઘોઘા-હજીરા ફેરી પ્રથમ ટ્રીપ સાથે પહોંચી ઘોઘા
  • કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા શિપમાં ઘોઘા પહોંચ્યા
  • સાંસદે સહિતના લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત
  • આગામી સમયમાં મુંબઇને પણ આ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે

ભાવનગરઃ રવિવારે સાંજે 6.45 કલાકે હજીરાથી પ્રસ્થાન થયેલી ઘોઘા-હજીરા રો રોપેક્સ ફેરી સર્વિસ ઘોઘા આવી પહોંચી હતી. જેના સ્વાગત માટે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ શિપ બ્રેકરો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિવારથી પ્રારંભ થયેલી ફેરી સર્વિસમાં કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા ઘોઘા પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રીબીન કાપી ઘોઘાથી અવરજવરનો પ્રારંભ કરાયો હતો.

હજીરાથી ઘોઘા પહોંચી રો રોપેક્સ

મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું

આ તકે મનસુખ માંડવીયાએ કહ્યું કે, આ રોપેક્સ ફેરી સર્વિસ એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ છે. આ ફેરી સર્વિસના કારણે વિકાસ, વ્યાપાર, વ્યવહાર અને સંબંધોને નવી ઊંચાઈ મળશે. ભારત સરકારમાં ગુજરાતના પ્રતિનિધિ રહી અને ખાસ ભાવનગરના વતની છે. ત્યારે તેમના માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ તેઓએ ગણાવી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે પેસેન્જરોની ખુશી પણ પ્રધાનોએ અલગ અંદાજમાં વર્ણવી હતી. તેમજ આગામી સમયમાં મુંબઇથી પણ રોપેક્સ ફેરી શરૂ કરી હજીરા, ભાવનગર, દિવ વગેરેને જળમાર્ગે જોડી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વિયોજ સીમફનીના CEO ડી.કે. મનારલેએ શું કહ્યું?

આ તકે વિયોજ સીમફનીના CEO ડી.કે. મનારલે પણ શિપ અને તેની સુવિધા અંગે જાણકારી આપી હતી. તેમજ ખાસ પેસેન્જરો માટે કરેલી વિશેષ સુવિધા અંગે માહિતી આપી હતી.

પેસેન્જરોમાં ઉત્સાહ જોવા મળ્યો

પેસેન્જરોએ પણ પોતાની આ પહેલી મુસાફરીનો અનેરો આનંદ વ્યક્ત કરીને આ સુવિધા માટે વડાપ્રધાનનો આભર વ્યક્ત કર્યો હતો. તેમજ આ સુવિધા આયોજનબદ્ધ રીતે કાર્યરત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. લોકો પોતાની કાર સાથે અહીં પહોંચી એક અનેરી ખુશીનો અનુભવ અને મુસાફરીની સાથે-સાથે દરિયાઈ સફરની મજા લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details