ભાવનગરચૂંટણી પહેલા રાજ્યની સરકારી શાળાઓ (Situation of Government Schools in Bhavnagar) ખૂબ જ ચર્ચામાં રહી હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) તો સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી.
AAPના નેતાની મુલાકાત પછી તંત્ર સફાળું જાગ્યું હતું જોકે, ત્યારબાદ શાળાઓના સમારકામ (Repairing in Bhavnagar Government Schools ) માટે મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal Corporation) કરોડો રૂપિયા ફાળવ્યા હતા. જોકે, હવે ચૂંટણી પત્યા પછી પણ શાળાઓ હજી પણ સમારકામની માગ કરી રહી છે. ત્યારે હવે શાળાઓની સ્થિતિ (Situation of Government Schools in Bhavnagar) શું છે. તેની પર કરીએ એક નજર.
AAPએ શિક્ષણ બાબતે કર્યા હતા પ્રહાર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ (Delhi Education Minister Manish Sisodia) ગુજરાતની શિક્ષણને પગલે પ્રહારની નીતિ અપનાવી હતી. શહેરમાં પણ દિલ્હીના શિક્ષણ પ્રધાને શાળાઓની મુલાકાત લેતા ભાવનગરની શાળાઓની ગ્રાન્ટ મરામતની ધડાધડ મંજૂર થઈ હતી.
શહેરમાં સરકારી શાળાઓની સ્થિતિશહેરમાં મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (nagar prathmik shikshan samiti bhavnagar ) 57 શાળાઓ છે. આ શાળાઓમાં મોટા ભાગે 24 જેટલી ભાડાના મકાનમાં ચાલે છે. મહાનગરપાલિકાની કેટલીક શાળાઓ રજવાડાં સમયની હોવાથી જર્જરિત હાલતમાં મૂકાઈ ગઈ છે. તો કેટલીક શાળાઓ 10 વર્ષ પહેલાંની હોવાથી મરામત માગી રહી છે. હાલમાં પણ જોવા મળે છે કે, કેટલીક શાળાઓમાં હજી મરામત (Situation of Government Schools in Bhavnagar) થઈ નથી અને વિદ્યાર્થીઓ ક્યાંક ખાબડખૂબડ અને ગાબડાવાળી શાળામાં અભ્યાસ (Bhavnagar Government Schools Situation ) કરી રહ્યા છે.
શાળાઓની સ્થિતિભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 57 શાળાઓ (nagar prathmik shikshan samiti bhavnagar) છે, જેમાં 55 ગુજરાતી અને 2 અંગ્રેજી માધ્યમની છે. દરેક શાળામાં કુલ 23,900 જેટલા બાળકો છે અને 48 જેટલા બિલ્ડીંગો છે. તેમાં સર્વ શિક્ષા અભિયાન (sarva shiksha abhiyan) હેઠળ કેટલીક શાળાઓ આવેલી છે. તો કેટલીક મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા મરામત (Repairing in Bhavnagar Government Schools ) ચાલુ છે. 47 નંબરમાં વધુ ખર્ચ હોવાથી સ્ટેન્ડની કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો અને મંજૂર થયું છે. જ્યારે શાળા નંબર 2 અને 62માં કામગીરી પૂર્ણ થઈ છે. ચૂંટણીના કારણે કેટલાકમાં કામો હતા, જે અઠવાડિયામાં શરૂ થઈ ગયા છે અને તેને સમય મર્યાદામાં પૂર્ણ થઈ જશે. કેટલીક શાળા સરકારના સીધા ડાયરેક્ટ ઈન્વોલ્વ હોવાથી તેમાં પણ કામ ચાલુ છે.