પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અમિત શાહની હાજરીમાં સરપંચ સામે થયેલા કેસને પાછા ખેચવાના આશ્વાશન બાદ પણ આજ સુધી કોઇ કેસ પાછા ન ખેંચાતા રાજપૂત સમાજ નારાજ થયો છે.
શું કહ્યું રાજપુત સમાજના પ્રમુખે, જુઓ વીડિયો એક તરફભાવનગરલોકસભાની બેઠક પર ભારતીબેન શિયાળનું નામ BJPએ જાહેર કર્યુંછે, તો બીજી તરફબુધેલ સરપંચ પર થયેલા કેસના મામલે કોઇ નીવેડો ન આવતારાજપૂત સમાજ નારાજ થયો છે.
મહત્વનું છે કે ઘટનાનેએક વર્ષ જેટલો સમય વીતવા છતાં કોઈ કેસ પાછો નહી ખેચાતા ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ અને રાજ્યના તાલુકાકક્ષાથી આવેલા આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ બુધેલ ગામમાંમળી હતી.
આ મિટિંગમાં રાજપૂત સમાજના પ્રમુખે કહ્યું કે, સરકાર પાસે સરપંચ દાનસંગ મોરી પરના કેસ પાછા ખેચવાની રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં કોઇ કાર્યવાહી નહીં થાય, તો તેની અસર સરકારને ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે.