એશિયાના સૌથી મોટા અને જહાજોના કબ્રસ્તાન ગણાતા અલંગમાં હવે હોંગકોંગ કન્વેન્શનને અમલી બનાવી કેન્દ્રીય કેબીનેટ દ્વારા “રિસાયકલિંગ ઓફ શીપ બિલ-2019”ને મંજૂરી આપી દેવામાં આવી છે. અલંગ કે, જ્યાં 120 જેટલા પ્લોટ આવેલા છે, જેમાં વિદેશોમાંથી કાર્ગો-પેસેન્જર જેવા વિવિધ શીપો તેની અંતિમ સફર પૂર્ણ કરી રિસાયકલિંગ માટે પહોચે છે. આ શીપોનો નજારો નિહાળવોએ પણ એક લહાવો છે. ડ્રોન કેમેરામાં કેદ કરેલા અલંગ શીપ બ્રેકિંગયાર્ડના દ્રશ્યો નિહાળી એક અવિસ્મરણીય પળની અનુભુતી થાય છે, ત્યારે આ રિસાયકલિંગ મથક પર સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણી ખુબ જ જરૂરી છે. જેથી હાલ 98 ટકા જેટલા પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ આધુનિક મશીનો અને મુવેબલ ક્રેઇન સાથે સજ્જ થઇ ચુક્યા છે, જયારે બાકીના પ્લોટો ગણતરીના દિવસોમાં તૈયાર થઇ જશે. અલંગમાં ભાંગવા આવનારા તમામ શીપો માટે સ્પેસિફિક શીપ રિસાયકલિંગ પ્લાન બનાવી હોંગકોંગ કન્વેન્શન મુજબ શીપ રિસાયકલિંગ માટે તૈયાર છે. તેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે.
અલંગ: 'રિસાયક્લિંગ ઓફ શીપ બિલ-2019'ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી - શીપ રિસાયક્લિંગ
ભાવનગર: એશિયાના સૌથી મોટા શીપ રિસાયક્લિંગ મથક એવા અલંગમાં 'રિસાયક્લિંગ ઓફ શીપ બિલ-2019'ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. સલામતી અને પર્યાવરણ લક્ષી શીપ રિસાયક્લિંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર આઈ.એમ.ઓ દ્વારા વર્ષ 2009માં કર્યા બાદ શીપ રિસાયક્લિંગ કરતા તમામ દેશોને આ બિલનો સ્વીકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અલંગમાં રિસાયક્લિંગ ઓફ શીપ બીલ-2019ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવતા આવનારો સમય અલંગ માટે સ્વર્ણિમ સાબિત થશે.
શીપ રિસાયકલિંગમાં ભારતની સાથે સાથે પાકિસ્તાન અને બાંગલાદેશમાં પણ જહાજો ભાંગવા આવી રહ્યાં છે. પરંતુ આ બંને દેશોમાં હજુ હોંગકોંગ કન્વેન્શનનું અમલીકરણ કરવામાં નથી આવ્યું. ત્યારે જે કંપનીના જહાજો તેઓ ભાંગવા માટે મોકલે છે, તેમાં તે કંપનીના લોકો પણ સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણીને પ્રાધાન્ય આપે છે. જેથી આવનારા સમયમાં સૌથી વધુ લાભ અલંગને મળશે અને જેનું કારણ છે કે, હવે અલંગમાં “રિસાયકલિંગ ઓફ શીપ બિલ-2019” ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને સલામતી અને પર્યાવરણ લક્ષી શીપ રિસાયકલિંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર કરતા પ્લોટ પણ બની અને તૈયાર છે. અત્યાર સુધી અલંગમાં માત્ર કાર્ગો-પેસેન્જર શીપ જ ભંગાણ માટે આવતા હતા, પરંતુ હવે જયારે વોરશીપ અને રીસર્ચ વેસલ્સ જેવા જહાજો પણ ભંગાણ માટે આવશે.
જયારે જાપાનની જાયકા દ્વારા પણ જેટી, મુવેબલ ક્રેઇન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમગ્ર વિશ્વમાંથી જે જહાજો ભાંગવા માટે મોકલવામાં આવે છે, તેમાંથી 30 ટકા જહાજો માત્ર અલંગમાં જ મોકલવામાં આવે છે. વર્ષ 1983 થી આજ સુધીમાં ૭૯૮૭ જેટલા જહાજો ભાંગવા માટે આવી ચુક્યા છે. જેમાં આ વર્ષમાં જ અંદાજીત 119 જેટલા જહાજો ભંગાણ માટે આવ્યાં છે. જો કે, હાલ અલંગમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેન્દ્રીય કેબિનેટની મંજૂરીની મહોર અલંગને મંદીના મારમાંથી મુક્તિ આપવશે અને ફરી અલંગ માટે સ્વર્ણિમ સમય આવશે.