ભાવનગર: ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી અનેક ધાન્યનું વાવેતર થાય છે. ધાન્યમાં ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનો ઉપયોગ થાય છે. જો કે આમ તો સમગ્ર દેશમાં ઘઉંનો ઉપયોગ વધુ છે ત્યારે આપણા અન્ય ધાન્યમાં રહેલા વિટામિનો દેશની પ્રજાને મળે અને ખેડૂત પણ આપણા ધાન્યનું વાવેતર કરતો રહે તેવા ઉદ્દેશ્યથી વડાપ્રધાને 2022નવા મિલેટ ઈયર તરીકે ઉજવવા નિર્ણય કર્યો છે. પરંતુ દેશની પરકજને ખ્યાલ ખૂબ ઓછો હોઈ છે કેં જાડા ધાન્યમાંથી વાનગીઓ બને.
કિસાન મોર્ચાએ કર્યું મિલેટ (જાડા ધાન્ય)ની સ્પર્ધા શાળા
ભાવનગર તાલુકા ભાજપ કિસાન મોર્ચા દ્વારા શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળામાં મિલેટ (જાડા ધાન્ય)ની વાનગીઓની સ્પર્ધા રાખી હતી. 79 જેટલા બાળકો વાનગી સ્પર્ધામાં જોડાયા હતા.કિસાન મોર્ચાના પ્રદેશના નેતાઓ વાનગી સ્પર્ધામાં હાજરી આપી હતી. ડોકટર,રસોઈના તજજ્ઞો વગેરે ઉપસ્થિત રહીને વાનગીઓને પ્રથમ દ્વિતીય જેવા ઇનામો આપવામાં આવ્યા હતા.જો કે આ સ્પર્ધામાં 38 જેટલી વાનગીઓ મિલેટ (જાડા ધાન્ય)ની બાળકોએ રજૂ કરી હતી.
Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...
મિલેટ વાનગીઓ બનાવવા પાછળનો હેતુ કિસાન મોર્ચાનો
ભારતમાં મિલેટ ધાન્યનો જથ્થો સમગ્ર વિશ્વમાં 41 ટકા ઉપલબ્ધ છે. આજની પેઢીને ઘણી ચિઝોની વાનગીઓ,મેંદાની અને વધીને બાજરાના રોટલા સિવાય કશું યાદ હોતું નથી. ત્યારે કિસાન મોર્ચાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વડાપ્રધાન દેશમાં મિલેટ ઈયર તરીકે ઉજવે છે ત્યારે કિસાન મોર્ચાને પણ દેશના ખૂણે સુધી મિલેટનો ઉપયોગ વધે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું જેથી મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. 79 બાળકોએ જોડાઈને 38 વાનગીઓ રજૂ કરી હતી. જો કે મિલેટ એટલે જાડા ધાન્યમાં અનેક વિટામિન અને તત્વો પોષણક્ષમ હોઈ છે જે દેશની કુપોષીત્તતાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેથી મિલેટનો ઉપયોગ વધે તે જરૂરી છે. આ સાથે ખેડૂતો પણ વાવેતર કરવા ત્યારે પ્રેરાશે જ્યારે તેની માંગ લોકોમાં હશે.આથી મિલેટને ઘર ઘર પોહચડવાનો પ્રયાસ અમે કર્યો છે.