ગુજરાત

gujarat

ETV Bharat / state

Rape Case: સિહોરમાં બે દિવસના સમયમાં બીજી દુષ્કર્મની ઘટના, મુસ્લિમ યુવક સામે યુવતીની ફરિયાદ - case of misdemeanor

ભાવનગર પાસે આવેલા સિહોરમાં બે દિવસના સમયમાં બીજી દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટમાં મુસ્લિમ યુવક સામે યુવતીની ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાને લઈને સમગ્ર ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે.

Rape Case: સિહોરમાં બે દિવસના સમયમાં બીજી દુષ્કર્મની ઘટના,  મુસ્લિમ યુવક સામે યુવતીની ફરિયાદ
Rape Case: સિહોરમાં બે દિવસના સમયમાં બીજી દુષ્કર્મની ઘટના, મુસ્લિમ યુવક સામે યુવતીની ફરિયાદ

By

Published : Feb 24, 2023, 1:22 PM IST

ભાવનગર:જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં બે દિવસના સમયમાં બીજી દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ડેન્ટલ કોલેજ બાદ સિહોર શહેરની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં આરોપીને પકડી લેવા માટે ટીમ બનાવીને તપાસ ચાલું કરી દીધી છે.

બીજી દુષ્કર્મની ઘટના:ભાવનગર જિલ્લાના સિહોરમાં બે જ દિવસમાં બીજી દુષ્કર્મની ઘટના બની છે. સિહોરની યુવતી સાથે સિહોરના યુવાને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા યુવતીર સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનામાં લવ જેહાદ હોવાની પણ આશંકા જોવાઈ રહી છે. ભાવનગર શહેરનું સિહોર પોલીસ સ્ટેશનમાં હજુ 21 તારીખે ડેન્ટલ કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ બે જ દિવસમાં બીજી ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સિહોરની 18 વર્ષની યુવતીએ સિહોરના મુસ્લિમ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જો કે ફરિયાદ સેન્સેટીવ મુકવામાં આવી છે. બે દિવસમાં બે દુષ્કર્મની ઘટના બાદ પોલીસ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Bihar News: બ્લૂ ફિલ્મ જોઈને 12 વર્ષના છોકરાએ 4 વર્ષની માસૂમ પર ગુજાર્યો દુષ્કર્મ

ઘટના શુ બની:સિેહોર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યા મુજબ સિહોરની 18 વર્ષની યુવતીએ સિહોરમાં ચંપાવાળી મસ્જિદ પાસે રહેતા આદિલ મજીદભાઈ મલેક નામના યુવક સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. આદિલ મોટરસાઇકલ ઉપર અને ટ્રાવેસલમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું છે. આદિલે યુવતીને લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. જો કે નોંધાયેલી ફરિયાદમાં લવજેહાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુસ્લિમ યુવક હોઈ અને ફરિયાદ કરનાર હિન્દૂ યુવતી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત

ઘટનામાં ધમકીઓ:ડેન્ટલ કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનામાં ફરિયાદમાં આરોપીએ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીનો ઉલ્લેખ છે. ત્યારે બીજી ફરિયાદમાં પણ યુવતીને યુવકે ધમકી આપી હોવાનો ઉલ્લેખ છે. આમ બે દિવસના સમયે બે દુષ્કર્મની ઘટના સિહોર પંથકમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details