વાયુ વાવાઝોડાના પગલે થયેલા વરસાદથી ચેકડેમ ભરાયા, ખેડૂતોમાં આનંદ - Gujarat
ભાવનગર: જિલ્લામાં શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. ગત વર્ષે વાવણી સમયે વરસાદ નહીં હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. ત્યારે વાવાઝોડાને પગલે આવેલા વરસાદથી ઘોઘા સહિતના પંથકમાં સારો વરસાદ નોંધાયો છે.
વાયુ વાવાઝોડાના પગલે થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ
વરસાદને પગલે ઘોઘાના ગોરીયાળી અને રામપર ગામ નજીક ચેકડેમ ભરાયા છે. તો ગોરીયાળી ગામમાં ત્રણ ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે. ખેડૂતોએ વરસાદનો લાભ ચૂક્યા વિના વાવણી કરી છે. ચેકડેમ ભરાતા ખેડૂતો હવે સારો પાક આવે તેવી આશા છે.