ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Rain : અનરાધાર મેઘરાજાની સવારીથી શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો, પરંતુ રસ્તા પર ચાલતા લોકોને ડર સતાવે - Bhavnagar monsoon

ભાવનગરમાં અનરાધાર મેઘરાજાની સવારીથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. સાથે જ ગમે ત્યારે કાળુભાર ડેમના દરવાજા ખોલવાની ફરજ ઊભી થઈ શકે તેમ છે. જોકે, સારા વરસાદ વચ્ચે ડ્રેનેજ માંથી પાણી બહાર આવીને રસ્તા પર વહેતું થતાં પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

Bhavnagar Rain : અનરાધાર મેઘરાજાની સવારીથી શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો, પરંતુ રસ્તા પર ચાલતા લોકોને ડર સતાવે
Bhavnagar Rain : અનરાધાર મેઘરાજાની સવારીથી શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો, પરંતુ રસ્તા પર ચાલતા લોકોને ડર સતાવે

By

Published : Jul 1, 2023, 5:45 PM IST

ભાવનગરમાં અનરાધાર મેઘરાજાની સવારીથી શેત્રુંજી ડેમમાં નવા નીર

ભાવનગર : શહેર અને જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ચાલતી મેઘરાજાની સવારી શનિવારના રોજ પણ અનરાધાર વરસાદ સાથે શરૂ રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા વરસાદને કારણે ભાવનગર શહેર જળબંબાકાર થયું હતું, ત્યારે એકમાત્ર શહેરને પાણીપૂરો પાડતો શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક ચાલુ છે. નવા નીરની આવકને પગલે ડેમની સપાટીમાં વધારો થયો છે ત્યારે શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

શેત્રુંજી ડેમની સપાટી

શહેર પાણી પાણી થયું :ભાવનગર શહેરમાં શનિવારના આવેલા ભારે વરસાદને પગલે દેસાઈનગર, શાસ્ત્રીનગર, નીલમબાગ, પાનવાડી, જશોનાથ સર્કલ જિલ્લા પંચાયત, કરચલીયા પરા જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનરાધાર વરસાદને પગલે ઉપરોક્ત બધા વિસ્તારોમાં પાણી રસ્તા ઉપર ભરાયા હતા. જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર આવેલી ડ્રેનેજ લાઈન ખુલ્લી હોવી તેમજ ખાડો કે ભુવો નહીં પડ્યો હોવાનો ડર વાહન ચાલકોને સતાવતો હતો.

પ્રિ મોન્સૂન કામગીરીની પોલ :ભાવનગર શહેરમાં આવેલા ભારે વરસાદને પગલે મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી થઈ ગઈ છે. ચાલુ વરસાદે જે ડ્રેનેજ લાઈનમાં વરસાદી પાણી જવું જોઈએ તેના બદલે તે ડ્રેનેજમાંથી પાણી બહાર આવતું હતું અને રસ્તા ઉપર વહેતું હતું. આવા દ્રશ્યો મહાનગરપાલિકાની કચેરીથી થોડીક નજીક જિલ્લા પંચાયતની સામે જોવા મળ્યા હતા. જ્યાં ડ્રેનેજમાથી પાણી બહાર નીકળીને રસ્તા ઉપર વહેતું થયું હતું. ગંદુ પાણી વરસાદના પાણી સાથે ભળીને રસ્તા પર વહેતું થતા તે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. આથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે પ્રીમોન્સૂન કામગીરી પાછળ 80થી 90 લાખ ખર્ચી નાખવામાં આવ્યા છે અને 1.20 કરોડ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે, ત્યારે આખરે આ કેવી કામગીરી તેઓ સવાલ જરૂર ઊભો થાય છે.

પરંતુ રસ્તા પર ચાલતા લોકોને ડર સતાવે

શેત્રુંજી ડેમમાં નવા નીર :ભાવનગર શહેરમાં પાણીપૂરો પાડતો શેત્રુંજી ડેમમાં વરસાદને પગલે નવા નીરની આવક 30 જુનના રાત્રીના શરૂ થઈ હતી, ત્યારે ગઈકાલ રાત્રિથી જ શરૂ થયેલી પાણીની આવક જોઈએ તો ગતરાત્રે 5,684 ક્યુસેક, ત્યારે આજ સવારથી જોઈએ તો 6 કલાકે 10,155 ક્યુસેક અને 16.8 સપાટી, 7:30 કલાકે 15,465 ક્યુસેક આવક અને 16.10 સપાટી, 10:00 કલાકે 17.2 સપાટી 25,110 ક્યુસેક આવક, 11 કલાકે 17.6 સપાટી અને 32,230 ક્યુસેક આવક, 12 કલાકે 18.6 સપાટી અને 51,935 ક્યુસેક આવક અને બપોરે 2 કલાકે 19 ફૂટ સપાટી 55,910 ક્યુસેક આવક શરૂ રહી છે. આ સાથે વલ્ભીપુર અને ઉમરાળા તાલુકામાંથી નીકળતી કાળુભાર નદીને લઈને તંત્ર દ્વારા નદી કાંઠેના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. કોઈપણ સમયે કાળુભાર ડેમના દરવાજા ખોલવાની ફરજ ઊભી થઈ શકે તેમ છે.

ભાવનગર જિલ્લાના વરસાદ કેટલો :ભાવનગર શહેરમાં આવેલા અનરાધાર વરસાદને પગલે દસ તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે, ત્યારે 10 તાલુકામાં વરસાદ જોઈએ તો, વલ્લભીપુર 96 mm, ઉમરાળા 69mm, ભાવનગર 70 mm, ઘોઘા 49mm, સિહોર 56mm, ગારીયાધાર 06mm, પાલીતાણા 06mm, તળાજા 34mm, મહુવા 89mm અને જેસર 35 mm વરસાદ નોંધાયો છે. આમ સવારના 6 કલાકથી બપોરના 2 કલાક દરમિયાન ઉપર મુજબ વરસાદ નોંધાયો છે.

  1. Jamnagar Rain: રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, પીવાના પાણીની સમસ્યા હવે ટળશે
  2. Kutch Rain : કચ્છના 5 ડેમ થયા ઓવરફ્લો, ખેતરો બેટમાં ફેરવાયા, હજુ 3 ડેમ છલોછલ થવાની તૈયારીમાં
  3. Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર

ABOUT THE AUTHOR

...view details