ભાવનગર જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂત ખુશ થયાં છે. ભાવનગરના ઉમરાળા, ધોળા સહિતના પંથકમાં વરસાદ થયો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતની વાવણી થઈ સફળ છે. દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. જેમાં લીમખેડા, ઝાલોદ, સુખસર, ફતેપુરા લીમડી પંથકમાં ભારે વરસાદ થયો હતો. સંજેલીમાં ભારે વરસાદને પગલે માર્ગ પર આવી જતાં વીજ લાઈનના પોલ તૂટી પડતાં હતાં. વાવાઝોડાના કારણે જિલ્લામાં અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતાં.
પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના દહોદ, હાલોલ અને કાલોલમાં ભારે વરસાદ થયો હતો. કાળા ડિબાંગ વાદળોથી ખેડૂતોને વાવણી લાયક વરસાદની આશા બંધાઈ છે. પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી છે.