ભાવનાગર શહેરમાં લાંબા સમય બાદ ભાદરવા માસના પ્રથમ દિવસ જ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. રાત્રીના સમયે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસીયો હતો. જ્યારે જિલ્લાના 10 તાલુકામાંથી 6 તાલુકામાં એક ઇંચથી લઈને અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભાવનગરમાં 1 થી અઢી ઇંચ વરસાદ, જાણઓ ક્યા કેટલો વરસાદ
By
Published : Sep 8, 2021, 1:07 PM IST
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
10 તાલુકા પૈકી 6 તાલુકામાં એક ઇંચથી લઈને અઢી ઇંચ સુધી વરસાદ
શહેરમાં દરેક વિસ્તારમાં પાણી પાણી
ભાવનગર:શહેર અને જિલ્લામાં લાંબા સમયથી રાહ જોવાતી હતી. જેનો અંત આવ્યો છે. 10 તાલુકામાંથી 6 તાલુકામાં એક ઇંચથી લઈને અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રીના સમયે વીજળીના કડાકા ખેતરમાં થતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે
ભાવનગરમાં 1 થી અઢી ઇંચ વરસાદ, જાણઓ ક્યા કેટલો વરસાદ
ભાદરવાના પ્રથમ દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ભાવનગર શહેરમાં ભાદરવાના પ્રથમ દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેર જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ગામડાઓમાં વીજળીના કારણે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
ભાવનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શહેર જિલ્લામાં
ભાવનગર જિલ્લામાં વરસાદ 50 ટકા નોંધાયો છે, ત્યારે પાછોતરો વરસાદ અંતમાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાવનગર જિલ્લાના દસ તાલુકા પૈકી 6 તાલુકામાં 1 ઇંચથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાડતજી ખેતીને ખૂબ મોટો ફાયદો થયો છે. કપાસનું 2 લાખ હેક્ટર કરતા વધુ વાવેતર છે. જ્યારે 1 લાખ કરતા વધુ મગફળીનું વાવેતર છે. જેને પગલે ખેડૂતોના પાકનું ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો. તે ક્યાંક કુદરતે દૂર કરી દીધો છે.
શહેર જિલ્લામાં રાત્રે કેટલો વરસાદ તો શેત્રુંજી ડેમ સહિત અન્ય ડેમમાં પાણીની આવક
ભવનાગર શહેર અને જિલ્લામાં જોઈએ તો 10 માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જોઈએ તો સવારે 6 કલાક સુધીમાં આ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર 61 mm, ઘોઘા 42 mm, મહુવા 40 mm, પાલીતાણા 27mm, તળાજા 15mm, સિહોર 11mm જ્યારે અન્ય ચારવતાલુકામાં વરસાદ 0 થી 10 mm વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો શેત્રુંજી ડેમ ઓવરફલો તરફ આગળ વધ્યો છે. નવા નીર સાથે હાલ સપાટી 32.8 ફૂટ છે, ડેમોની સપાટી જોઈએ તો નીચે મુજબ 8 સપ્ટેમ્બર મુજબ છે.
ડેમ
ઓવરફ્લો મીટરમાં
હાલની સપાટી
શેત્રુંજી
55.53
55.12
રજાવળ
51.75
53.08
ખારો
54.12
53.55
માલણ
104.25
103.08
રંઘોળા
62.05
60.92
લાખણકા
44.22
40.01
હમીરપરા
87.08
81.08
હણોલ
90.01
88.85
રોજકી
99.01
97.65
જસપરા
40.25
30.95
બગડ
60.41
58.66
પિંગળી
51.03
50.55
ભાવનગર શહેર જિલ્લામાં છ તાલુકામાં સારા એવા વરસાદથી જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થતી જાય છે કારણ કે, સપ્ટેમ્બર માસના અંત બાદ મગફળી અને કપાસનો પહેલો ફાલ લેવામાં આવતો હોય છે. જો કે વરસાદથી ગરમીથી લોકોને રાહત મળી છે.