ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં વરસાદથી પાકમાં નુકસાન, સરકાર સર્વે કરી વળતર આપશે - bhavnagar latest news

ભાવનગર: શહેર અને જિલ્લામાં જેસર તાલુકાને બાદ કરતાં બાકીના 9 તાલુકામાં 100 ટકા  વરસાદ નોંધાયો છે. જેમાં વધુ પડતો વરસાદ ભાવનગર તાલુકો અને વલ્લભીપુરમાં પડતા ખેતરના ઉભા પાકોને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે. સરકારે સર્વે કામગીરી હાથ ધરી ખેડુતોને યોગ્ય વળતર મળે તે દિશામાં કામ હાથ ધરી છે.

bhavnagar

By

Published : Oct 2, 2019, 9:58 AM IST

જિલ્લામાં વધારે પડતો વરસાદ વરસતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિના કારણે સર્જાઈ છે. ભાવનગર અને વલ્લભીપુર તાલુકો વધુ વરસાદના કારણે વધુ પ્રભાવિત થયો છે. જેમાં કપાસ, તલ, બાજરી, જુવાર પાકને અસર થઇ છે. જગતના તાતને વધુ વરસાદ પડવાના કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કપાસના ઝીંડવા બળી ગયા છે તો બાજરી જેવા પાક પણ સડી ગયા છે. જુવાર અને બાજરીનો ઘાસચારો પણ બગડી જતા,પશુઓ માટે ઘાસચારા તરીકે કામ લાગે તેમ નથી. તલનો પાક જે સહેજ પણ વધુ વરસાદમાં બળી જાય તે સૌથી વધુ પ્રભાવિત થયો છે. આવી સ્થિતિમાં વલલ્ભીપુર તાલુકાના ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી વધુ પડતા વરસાદને લઈ ખેતીમાં થયેલ નુકશાનના વળતરની માંગ કરી છે.

ભાવનગર જિલ્લામાં વરસાદથી પાકમાં નુકસાન, સરકાર સર્વે કરી વળતર આપશે

રાજ્ય સરકાર પણ વધુ પડતા વરસાદને લઈ ખેતીમાં થયેલી નુકસાનની બાબતે ખૂબ ચિંતિત છે. જેમાં રાજ્યના પ્રભાવિત વિસ્તારોમાં સર્વેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર અને વલ્લભીપુરામાં જે વિસ્તારની ખેતી વધુ વરસાદમાં પ્રભાવિત થઇ છે. ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે. આ વિસ્તારમાં કપાસ અને જુવારના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ભાવનગર તાલુકાના 20 ગામો અને વલ્લભીપુર તાલુકાના 22 ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં હાલ સર્વે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં અંદાજીત 10,000 હેકટરમાં કપાસ અને જુવારના પાકમાં નુકસાન થયું છે. સરકારની ગાઈડ લાઈન અને યોજના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાકવીનો ધરવતા ખેડૂતોને વીમા કંપનીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સરકાર ખેડૂતોને મળવાપાત્ર વળતર બાબતે કામગીરી કરી રહી છે. જેનો લાભ ટૂંકા ગાળામાં સર્વેમાં સામેલ ખેડૂતોને મળશે.

ABOUT THE AUTHOR

...view details