ગુજરાત

gujarat

ETV Bharat / state

કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેઇન બસેરા ભગવાન સમાન બન્યા - ભાવનગરમાં રેઇન બસેરા

ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા ચાર રેઇન બસેરા બનાવવામાં આવ્યા છે, ત્યારે ચાર પૈકી બે રેન બસેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે અન્ય બે રેઇન બસેરમાં 10 ટકા ઉપયોગ માત્ર થઈ રહ્યો છે.

કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેઇન બસેરા ભગવાન સમાન બન્યા
કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેઇન બસેરા ભગવાન સમાન બન્યા

By

Published : Dec 27, 2020, 12:56 PM IST

Updated : Dec 27, 2020, 1:06 PM IST

  • ભાવનગરમાં કડકડતી ઠંડી
  • ભાવનગર રેઇન બસેરા ભગવાન સમાન પણ હજૂ ઘણા અજાણ
  • રેઇન બસેરામાં સુંદર વ્યવસ્થા

ભાવનગ: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ચાર રેઇન બસેરા બનાવવામાં આવ્યા છે, ત્યારે ચાર પૈકી બે રેઇન બસેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે અન્ય બે રેઇન બસેરમાં 10 ટકા ઉપયોગ માત્ર થઈ રહ્યો છે. એવામાં સંપૂર્ણ સુવિધા સાથેના રેઇન બસેરાનો ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

કડકડતી ઠંડીમાં રેઇન બસેરાનો આશરો

કડકડતી ઠંડી અને કોરોનાના કહેર વચ્ચે ભાવનગરમાં જેની પાસે માથે છાપરું નથી અને રસ્તા પર રાત ગુજારનારા માટે ઉભું કરાયેલું રેઇન બસેરા 100 થી વધુ લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે.

કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેઇન બસેરા ભગવાન સમાન બન્યા

ભાવનગરમાં કેટલા રેઇન બસેરા અને કેવી વ્યવસ્થા?

ભાવનગર શહેરમાં કુલ ચાર રેઇન બસેરા આવેલા છે. શહેરના રેલવે સ્ટેશન નજીક તો બીજું વડવા નેરામાં જવાના ખૂણા પર તો અન્ય બે એક સરદારનગર અને સુભાષનગરમાં આવેલા છે. જેમાં એક રેઇન બસેરમાં 120 વ્યક્તિની વ્યવસ્થા છે. જેમાં આવતા લોકો માટે સુવા માટે પલંગ, ઠંડીથી બચવા ધાબળા, ઓશીકું અને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ હાલમાં 100 કરતા વધુ લોકો લાભ લઇ રહ્યા છે. એક જ સેન્ટરમાં 80 જેટલા લોકો લાભ લઇ રહ્યા છે.

ભાવનગરના રેઇન બસેરામાં ક્યાં લાભાર્થી અને શું છે અપીલ

ભાવનગરના ચાર સેન્ટર પૈકી સરદારનગર અને સુભાષનગરમાં સૌથી વધુ લાભ લેવામાં આવી રહ્યો છે. આ બંને સેન્ટરમાં જોઈએ તો એક સેન્ટરમાં 80 એમ બંનેમાં થઈને 160 થાય છે, જ્યારે અન્ય સેન્ટરમાં માત્ર 20 જેટલા લાભાર્થીઓ આવી રહ્યા છે, ત્યારે રેઇન બસેરની વ્યવસ્થા સારી છે પણ રેઇન બસેરામાં જનારા લોકો નહીં હોવાથી અપીલ કરવામાં આવી રહી છે કે રસ્તા પર સુઈ જનારા લોકોને અન્ય લોકો જે રેઇન બસેરાથી અવગત હોય તો તેઓ તેમને માહિતી પહોંચાડે તેવી અપીલ કરાઈ છે.

Last Updated : Dec 27, 2020, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details