- રેલ્વે પ્રથમ પીપવાવથી LPG ગેસ ટેન્કરની ટ્રેન કરી રવાના
- રેલ્વેને આશરે 2.50 કરોડની આવકની આશા જાગી
- પ્રથમ ટ્રેન મોકલીને આશરે 32 લાખ જેટલી કમાણી કરી
ટ્રેનને રેલ્વે ડીઆરએમ પ્રતિક ગોસ્વામી દ્વારા ડીઝીટલ લીલી ઝંડી
ભાવનગર : રેલ્વે ડીવીઝન નીચે આવેલા પીપાવાવ પોર્ટ સુધી રેલ્વેમાં ઇલેક્ટ્રિક લાઈન નાંખી દેવામાં આવેલી છે. ત્યારે હવે રેલ્વેને વધુ સફળતા મળી છે. રેલ્વેએ પીપાવાવ પોર્ટથી લઈને દિલ્હી સુધીની પ્રથમ એલપીજી ગેસની પ્રથમ રેલ્વેની ટ્રેઈન મોકલી છે અને આગામી દિવસોમાં વધુ 6 ટ્રેન મોકલી કુલ 7 ટ્રેનો મોકલવાની તૈયારીમાં છે.
પ્રથમ ટ્રેન મોકલીને આશરે 32 લાખ જેટલી કમાણી કરી ભાવનગર રેલ્વેએ કઈ ટ્રેન પ્રથમ મોકલી
ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા પ્રથમ એલપીજી ગેસના ટેન્કરની પ્રથમ ટ્રેન પીપાવાવથી મોકલવામાં આવી છે. રેલ્વેએ પ્રથમ ટ્રેન પીપવવાથી 32 ટેન્કરની એલપીજી ગેસ ભરેલી દિલ્હી સુધી મોકલી છે. આ ટ્રેનને રેલ્વે ડીઆરએમ પ્રતિક ગોસ્વામી દ્વારા ડીઝીટલ લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલ્વેએ પ્રથમ ટ્રેન મોકલીને આશરે 32 લાખ જેટલી કમાણી મેળવી લીધી છે. રેલ્વેને પ્રથમ ટ્રેન બાદ રેલ્વેને આગામી દિવસોમાં સારા આર્થિક ફાયદાની આશા જાગી છે.
રેલ્વે આગામી દિવસોમાં વધુ રેકની આશા
ભાવનગર રેલ્વેના પીપાવાવ માટે ખાસ ઇલેક્ટ્રિક લાઈન પાથરી દેવામાં આવેલી છે. ડબલ ડેકર જેવી ટ્રેઇનો માલગાડીની ચાલી રહી છે ત્યારે પીપાવાવ પોર્ટને વધુ સધ્ધર બનાવવામાં રેલવેનો ફાળો વધુ રહેલો છે કારણ કે, પીપાવાવથી દેશના અન્ય ભાગોમાં કન્ટેનર ટ્રેન મારફત મોકલવામાં આવી રહ્યા છે. જેથી ચીઝોનું પરિવહન સરળ બન્યું છે. હવે પ્રથમ ગેસ એલપીજી ટેન્કરની ટ્રેન મોકલવામાં આવતા આગામી દિવસોમાં પણ વધુ 6 ટ્રેન મોકલવામાં આવશે. જેથી રેલ્વેને આશરે 2.50 કરોડની આવકની આશા જાગી છે.