રથયાત્રાને લઇ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા મહોત્સવ સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર ની સંયુક્ત બેઠક મળી હતી.
ભાવનગરમાં રથ યાત્રાની તડામાર તૈયારી શરુ - GUJARATI
ભાવનગરઃ આગામી અષાઢી બીજના પાવન પર્વે ભાવનગરના રાજમાર્ગો પર નિકળનારી દેશની ત્રીજા ક્રમની અને ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છેે.
ભાવનગરમાં રથ યાત્રાની તડામાર તૈયારી શરુ
જેમાં જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રથયાત્રા મહોત્સવ સમિતિ એ રથયાત્રાના રૂટ તથા તેને સંબંધિત વિવિધ કામગીરી ની સમીક્ષા કરી હતી. તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.