ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાનગરપાલિકાના કમિશનરે સરપ્રાઈઝ પોતાના જ વિભાગમાં ચેકિંગ કર્યું - ભાવનગર કમિશનર ચેંકિગ

ભાવનગરના કમિશનરે સરપ્રાઈઝ પોતાની જ કોર્પોરેશન ઈમારતમાં ચેકિંગ કરતા કેટલાક અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. રસ્તે રખડતા ઢોરની સમસ્યાઓનો નીવેડો લાવ્યા બાદ અધિકારીએ કોર્પોરેશનની સ્થિતિ જાણી હતી. સાંજના સમયે જ્યારે ઓફિસ પૂરી થયા એ સમયે અચાનક ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં જે તે અધિકારીઓને યોગ્ય સલાહસૂચનો આપ્યા હતા.

Etv Bharatમહાનગરપાલિકાના કમિશનરે સરપ્રાઈઝ પોતાના જ વિભાગમાં ચેકિંગ કર્યું
Etv Bharatમહાનગરપાલિકાના કમિશનરે સરપ્રાઈઝ પોતાના જ વિભાગમાં ચેકિંગ કર્યું

By

Published : Dec 29, 2022, 7:58 PM IST

ભાવનગરઃપ્રજાની ચિંતા બાદ મહાનગરપાલિકાના કમિશનરે(Commissioner of Bhavnagar Municipality) કોર્પોરેશનમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે. ભાવનગર શહેરમાં રસ્તે રખડતા ઢોરની માત્રા ઓછી થઈ છે. આ પગલાં બાદ મહાનગર પાલિકાના કમિશનર એન.વી.ઉપાધ્યાયે પોતાના જ મહાનગર પાલિકાની ઈમારતમાં ચેકિંગ કર્યું હતું.

સમસ્યાઓનું ચેકિંગકમિશનર એન.વી. ઉપાધ્યાયે અચાનક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દ્રષ્ટી કરીને કેટલાક સૂચનો આપ્યા હતા. મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં રહેલી દરેક ચીજ વસ્તુઓ ઉપર નજર નાખવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત જે કચેરીમાં સાઈનબોર્ડ નથી ત્યાં પણ કડક સૂચના આપી સાઈન બદલવા સૂચના આપી હતી. મહાનગર પાલિકાના ઈમારતમાં આવેલી લિફ્ટ પાસે ફેરિયો બેઠો હતો. જેને ત્યાંથી ખસી જવા માટે આદેશ આપ્યા હતા.

મશિન બંધઃકચેરીની બહારના ભાગમાં લાગેલા સેનિટાઈઝરના મશિન બંધ હાલતમાં હતા. જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પણ સૂચન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details