ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાથી કેળના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોની સહાય માટે માગ - gujarati news

ભાવનગરઃ જિલ્લાના જેસર તાલુકાના પાંચથી છ ગામોમાં વાયુ વાવાઝોડાના કારણે કેળના વાવેતરમાં મોટું નુકસાન થવા પામ્યું છે. પવનની તીવ્ર ગતીના કારણે કેળનાં પાકને આશરે 300થી વધારે વીઘામાં તેમજ ખેડૂતોને એક વીઘે 50,000નું નુકશાન થયું છે. ત્યારે, ખેડૂત અને આગેવાનોની માગ છે કે, સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સહાય આપે. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી.

bvn

By

Published : Jun 18, 2019, 3:15 PM IST

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે જુના પાદર, શેવડીવદાર, ચોક ,વીજાના નેસ, વીરપુર, આયાવેજ, સનાળા જેવા આ ગામોમાં અંદાજે ૩૦૦થી વધારે વીઘામાં કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. કેળના પાકને મહામહેનત એ ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે પાકને મોટી નુકસાની થઈ છે. ત્યારે ખેડૂતો હાલ સરકાર પાસે સહાય ની માંગ કરી રહીયા છે.

વાયુ વાવાઝોડાથી કેળના પાકને વ્યાપક નુકશાન

ખેડૂતોને ડુંગળી ,ઘઉં, જીરું, કપાસ જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. જેસર પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ જેસરના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details