ગુજરાત

gujarat

ETV Bharat / state

સાઇબર ક્રાઇમના ગુનામાં 3 સામે નોંધાઇ ફરિયાદ, GST વિભાગ સામે ઉઠ્યા સવાલ

ભાવનગર શહેરમાં અગાવ પણ સાઇબર ક્રાઇમનો (Cyber Crime)કિસ્સો સામે આવ્યો હતો. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. જ્યારે મનસુખભાઇના નામે વ્યક્તિ IT રિટર્ન ફાઇલ કરવા જતાં પોલ ખુલી હતી કે, બે પેઢી તેમના નામે છે અને 29 કરોડથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા છે. GST વિભાગ અગાવ અને ફરી બીજા કિસ્સા બાદ ચર્ચામાં આવ્યું છે.

સાઇબર ક્રાઇમના ગુનામાં 3 સામે નોંધાઇ ફરિયાદ, GST વિભાગ સામે ઉઠ્યા સવાલ
સાઇબર ક્રાઇમના ગુનામાં 3 સામે નોંધાઇ ફરિયાદ, GST વિભાગ સામે ઉઠ્યા સવાલ

By

Published : Jul 8, 2021, 7:35 AM IST

  • મધ્યમ વર્ગના નામે બે પેઢી ખુલી ગઈ અને કરોડોના વ્યવહાર પણ થયા
  • રિટર્ન ફાઇલ કરવા જતાં મનસુખભાઇના નામે આવી સાચી હકીકત
  • 29 કરોડથી વધુને વ્યવહારો થયા અને ત્રણ સામે અંતે ફરિયાદ નોંધાઇ

ભાવનગરઃ મધ્યમ વર્ગના લોકોના દસ્તાવેજ પર બોગસ પેઢીઓ ઉભી કરીને લાખોનો વ્યવહાર કર્યાના કિસ્સા સામે આવેલા છે, ત્યારે ભાવનગરમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મધ્યમ વર્ગના મનસુખભાઇ વશરામભાઈ ગોહેલ 25 ડિસેમ્બરે IT રિટર્ન ફાઇલ કરવા જતાં ચોકી ઉઠ્યા હતા. મનસુખભાઇના નામે બે પેઢી ખુલી હતી અને 29 કરોડથી વધુનો આર્થિક વ્યવહાર થયો હોવાનું સામે આવ્યું હતું. સવાલ GST વિભાગ સામે ઉભો થાય છે કે શું GST નંબર આપતા પહેલા ચકાસણી થતી નથી કે, પછી દરવાજા પાછળનો ખેલ બીજો છે. જો કે મનસુખભાઈએ બે શખ્સ અને એક મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃસાઇબર ક્રાઇમનો ભોગ બનેલા પ્રોફેસરના નાણા પાટણ પોલીસે ગણતરીના દિવસોમાં પરત અપાવ્યા

શું બન્યો બનાવ કેમ મનસુખભાઈના દસ્તાવેજનો ખોટો ઉપયોગ

ભાવનગરના હાદાનગરના સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનસુખભાઇ ગોહેલની દીકરી ઈશાને થેલેસેમિયાની બીમારી હોવાથી દસ વર્ષ પહેલાં સર ટી હોસ્પિટલમાં ત્યાં મજુબેન પ્રેમજીભાઈ સોલંકી પણ પોતાની દીકરીને લાવેલા ત્યારે ઓળખાણ બાદ મંજુબેનના ઘરે 2018માં ઘરે ગયા હતા. મંજુબેનના ઘરે 2018માં ગયેલા મનસુખભાઈને મંજુબેને પાનકાર્ડ ઉપર લોન મળતી હોવાનું જણાવ્યું હતું. આર્થિક ભીંસમાં રહેલા મનસુખભાઇ લોન લેવા માંગતા હોય તેમને પાનકાર્ડ અને આધારકાર્ડની ઝેરોક્ષ આપી હતી. મનસુખભાઈએ આપેલી ઝેરોક્ષ બાદ મંજુબેને જેન્તીભાઈ મારવાડીની મુલાકાત કરાવીને સીટીઝન બેંકમાં ખાતું ખોલવા જણાવ્યું હતું. બેંકમાં ખાતું ખુલ્યા બાદ જેન્તીભાઈ ચેકબુક લઈને મનસુખભાઇની સહી કરાવવા જતા મનસુખભાઈને શંકા જતા સહી કરવાની મનાઈ ફરમાવી અને ખાતું બંધ કરાવવા કહ્યું હતું.

આ પણ વાંચોઃસરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઈબર ક્રાઇમ

મનસુખભાઈ ગોહેલને કઇ થઇ જાણ, બે પેઢી તેમના નામે

25 ડીએમ્બર 2020માં મનસુખભાઈ ગોહેલ પોતાનું આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે પહોંચ્યા હતા. રિટર્ન ફાઇલ કરતા મનસુખભાઇ સામે બે પેઢી તેમના નામે તેની જાણ થઇ હતી અને 29,38,09,920 ની કિંમતનો આર્થિક વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. મનસુખભાઈના નામે સાઈનાથ એન્ટરપ્રાઇઝ અને મારુતિ એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીઓ છે અને તેમાં વ્યવહાર સાઈનાથ એન્ટરપ્રાઇઝના નામે થયો હતો.

દસ્તાવેજનો ખોટો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ

મનસુખભાઇને જાણ થતી તેમને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બે પુરુષો અને એક મહિલા સામે છેતરપિંડી કરીને દસ્તાવેજનો ખોટો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. GST નંબર લઈને આર્થિક વ્યવહારો કરોડોના થવા પાછળ આખરે પગેરું ક્યાં સુધી પહોંચશે તે પણ તપાસનો વિષય છે. જો કે સવાલ એક ઉભો થાય છે કે શું GST વિભાગને આટલું બોગસ ચાલી રહ્યું છે તેની સુદ્ધા જાણ ન થઈ શકી.

ABOUT THE AUTHOR

...view details