ભાવનગરમાં વિદ્યાર્થીઓએ નહિ પરંતુ પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી કર્યો વિરોધ - કાળા કપડામાં વિરોધ
જિલ્લાની બીપીટીઆઈ કોલેજના પ્રાધ્યાપકોએ કાળા કપડામાં વિરોધ કર્યો હતો. સાતમા પગાર પંચનો લાભ નહીં મળતા અઠવાડિયા સુધી વિરોધ કરશે અને છતાં પણ માગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી કર્યો વિરોધ
ભાવનગર : જિલ્લાની બીપીટીઆઈ કોલેજના પ્રાધ્યાપકોએ આજરોજ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સાતમું પગાર પંચ નહીં મળવાથી પ્રાધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રાધ્યાપકોએ અઠવાડિયા સુધી કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. જો અઠવાડિયામાં પણ પ્રાધ્યાપકોની માગ નહીં પુરી કરવામાં આવે તો વધુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવુ જણાવ્યું છે.