- ડ્રાઇવરને ઝોકું આવી જવાથી બનાવ બન્યો હતો
- હાઇવે પર ખાનગી બસ પલટી મારી ગઈ હતી
- ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી
ભાવનગરઃ ઉમરાળા તાલુકામાં અમરેલી-અમદાવાદ હાઇવે પર વહેલી સવારે ખાનગી બસ પલટી ગઈ હતી. બસ પલટી જવાને પગલે બસમાં કોઇ પ્રવાસી ના હોવાના કારણે જાનહાનિ થઇ નથી, તેમજ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ભાવનગરના ઉમરાળામાં ખાનગી ખાલી બસ પલટી, CCTVમાં ઘટના કેદ આ પણ વાંચોઃકોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
ઉમરાળા પાસે ખાનગી બસ પલટી ખાતા સીસીટીવીમાં ઘટના થઇ કેદ
ભાવનગરના ઉમરાળા થઈને અમરેલી હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર અમદાવાદથી આવતી બસો અને અન્ય વાહનો આવતા હોય છે. ત્યારે વહેલી સવારે 4:49 મીનિટે ખાનગી માલિકીની બસ પુરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક હાઇવે પરથી તેની દિશાની વિરુદ્ધ દિશામાં પલટી મારીને રોડથી નીચે ખાબકી હતી. ખાનગી બસમાં પ્રવાસીઓ હતા નહિ, તેમજ કોઈનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. બસમાં ડ્રાઇવર અને ક્લીનરને સામાન્ય ઇજા થઇ હતી. બસ ખાલી હોવાથી અને ડ્રાઇવરને ઝોકું આવી જવાથી બનાવ બન્યો હોવાનું ઉમરાળા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું છે. જો કે બનાવને લઈને પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરાઈ હોવાનું ઉમરાળા પોલીસ સ્ટેશનથી જાણવા મળ્યું હતું.