ગુજરાત

gujarat

ETV Bharat / state

રોડ શો અને સભામંડપ લોકોના ઉત્સાહને જોતા ટૂંકો પડશે: હર્ષ સંઘવી - નરેન્દ્ર મોદી ભાવનગરમાં

વડાપ્રધાનના ભાવનગરમાં (Narendra Modi in Bhavnagar) આગમન પૂર્વે સુરક્ષા તૈયારી નિરીક્ષણ માટે હર્ષ સંઘવી પહોચ્યા (Harsh Sanghvi in Bhavnagar) ભાવનગર હતા. હર્ષ સંઘવીનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત કરાયું હતું. રોડ શો માર્ગ પર કર્યું નિરીક્ષણ અને કહ્યું કે, બેરીકેટની યોગ્ય ગોઠવણ કરો. રોડ શો દરમિયાન લોકો (Prime Minister road show in Bhavnagar) તેમના પ્રિય વડાપ્રધાનને જોઈ શકે અને છતાં કોઈ મુશ્કેલી ના પડે તેવા આયોજન અંગે આપી સુચના.

Etv Bharatરોડ શો અને સભામંડપ લોકોના ઉત્સાહને જોતા ટૂંકો પડશે: હર્ષ સંઘવી
Etv Bharatરોડ શો અને સભામંડપ લોકોના ઉત્સાહને જોતા ટૂંકો પડશે: હર્ષ સંઘવી

By

Published : Sep 25, 2022, 9:13 PM IST

ભાવનગર: આગામી 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર(Narendra Modi in Bhavnagar) ખાતે કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે. વડાપ્રધાનની સુરક્ષા અંગેની ચકાસણી અંગેની કામગીરીના નિરીક્ષણ માટે, રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી ભાવનગર (Harsh Sanghvi in Bhavnagar) આવી પહોચ્યા હતા. વડાપ્રધાનના રોડ-શો (Prime Minister road show in Bhavnagar) પરના માર્ગ અને અને સભાસ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તંત્રની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

રોડ શો અને સભામંડપ લોકોના ઉત્સાહને જોતા ટૂંકો પડશે: હર્ષ સંઘવી

રોડ શોના માર્ગ પર નિરીક્ષણ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આગામી તા. ૨૯ ના રોજ ભાવનગર આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન પૂર્વે તેમની સુરક્ષા અંગેની કામગીરી અંગે માહિતી લેવા અને જે માર્ગ પર રોડ શો યોજવાનો છે, તે માર્ગ અને સભા સ્થળ પરના જરૂરી સુરક્ષા નિરીક્ષણ માટે, આજે રાજ્યપ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghvi in Bhavnagar) આજે સાંજે ભાવનગર આવી પહોચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ collector, IG, SP સહિતના અધિકારીઓ સાથે રોડ શોના માર્ગ પર નિરીક્ષણ માટે પહોચ્યા હતા. જ્યાં તેમની સાથે જીતુભાઈ વાઘાણી અને સાંસદ ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા.

રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી ભાવનગર

વડાપ્રધાનને આવકારવા આતુર: મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, રૂપાણીસર્કલ સહિતના માર્ગ પર નિરીક્ષણ કર્યું હતું અને પ્રજા વધુમાં વધુ તેમાં જોડાય શકે અને છતાં કોઈ અવરોધ ન થાય તે બાબતે કામગીરી કરવા સુચન કર્યું હતું, ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોચ્યા હતા. 2 લાખ કરતા વધુ જનમેદની જે ગ્રાઉન્ડ પર વડાપ્રધાનના કાર્યક્રમમાં એકઠી થવાની છે, તે સ્થળ પર સુરક્ષા અંગેની જરૂરી માહિતી મેળવી હતી. આ તકે તેમણે કહ્યું કે, રોડ શો અને સભા સ્થળનું આયોજન વડાપ્રધાનના આગમનને લઇ લોકોના ઉત્સાહને જોતા ટૂંકું પડશે અને લોકો તેમના લોકપ્રિય વડાપ્રધાનને આવકારવા આતુર છે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details