- ભાજપના મહિલા તાલુકા પંચાયત પ્રમુખ બન્યા દિનુ સોલંકી
- જયદેવસિંહ ગોહેલની ઉપપ્રમુખ તરીકે થઈ વરણી
- 24 બેઠક જીતી ભાજપે મેળવી હતી બહુમતી
ભાવનગર: તળાજા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં મહિલા અનામતમાં પ્રમુખ તરીકે દિનુ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે જયદેવસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની વરણી, ભાજપના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું
તળાજા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
તળાજા તાલુકા પંચાયતની ચુંટણી 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી તેમા 32 બેઠક હતી. જેમાં ભાજપ 24, કોગ્રેસ 7 અને આપને 1 બેઠક મળી હતી.
આ પણ વાંચોઃ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદે સંદીપ દેસાઇની વરણી
બિનહરીફ દિનુ સોલંકી બન્યા પંચાયત પ્રમુખ
ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને પદમના નામ જાહેર કરયા હતાં. જેમાં બિનહરીફ જાહેર થયેલા ભાજપના મહિલા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે દિનુ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે જયદેવસિંહ ગોહેલની વરણી કરવામાં આવ્યા છે. આ દરમ્યાન ચૂંટણી સમયે આપના ચૂંટાયેલા સભ્ય દ્વારા કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતુ.