- ભાવનગર કોબડી ટોલટેક્સ પર ટ્રાન્સપોટરોનો ચક્કાજામ કાર્યક્રમ
- પોલીસે વિરોધ કરે તે પહેલા જ કરી અટકાયત
- વિરોધ કરવા અનેક ટ્રાન્સપોટરો ભેગા થયા હતા
ભાવનગરઃ ભાવનગરના તળાજા જવાના માર્ગ પર સોમનાથ નેશનલ હાઇવે બનાવવાની શરૂઆત બાદ કોબડી ગામથી ટોલટેક્સ કામ અધૂરું હોવા છતાં ઉઘરાણી કરતા ટ્રાન્સપોટરોએ ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. જિલ્લાના કોબડીથી શરૂ થયેલા ટોલ ટેક્સના પગલે અલંગ વ્યવસાયને મોટો ફટકો મળ્યો છે, રોડ હજુ સંપૂર્ણ તૈયાર નહી હોવા છતાં ઉઘરાણી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, વિરોધ કરતા પહેલા પોલીસે વિરોધ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.
ટોલટેક્સને લઈને શા માટે વિરોધ
તળાજા માર્ગ પર ટ્રાન્સપોટરો ટોલટેક્સને લઈ રોડ ચક્કાજામ કરે તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત - ટ્રાન્સપોટર વિરોધ
ભાવનગરના તળાજા જવાના માર્ગ પર સોમનાથ નેશનલ હાઇવે બનાવવાની શરૂઆત બાદ કોબડી ગામથી ટોલટેક્સ કામ અધૂરું હોવા છતાં ઉઘરાણી કરતા ટ્રાન્સપોટરોએ ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
sa
ભાવનગરનું અલંગ એશિયાનું સૌથી મોટું શિપયાર્ડ છે અને અનેક ટ્રાન્સપોટરો અલંગ પર નભી રહ્યા છે. એવામાં સરકારે નેશનલ હાઇવે બનાવવાનો પ્રારંભ કર્યા બાદ 60 ટકાથી વધુ કામગીરી થતા ટોલટેક્સ લેવાનું શરૂ કરતાં ટોલટેક્સ પછીના ગામો અને અલંગ સોસિયા ટ્રાન્સપોર્ટર એસોસિયેશન, વકીલ મંડળ સહિત તળાજા ટ્રાન્સપોર્ટર એસોસિયેશનો સાથે મળીને વિરોધ નોંધાવી રહ્યા છે. આ સાથે રોડ સંપૂર્ણ પૂરો કર્યા બાદ ઉઘરાણી કરવામાં આવે તેવી માંગ કરી છે.