ભાવનગર :શહેરમાં રવિવારે વકીલ સાથે પોલીસ કર્મચારીના વર્તનની (Lawyer Police in Bhavnagar) ઘટેલી ઘટના પગલે વકીલો એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. ત્રણેય વકીલના એસોસિયેશને ઠરાવ કરી પોલીસ તંત્રએ કોઈ કાર્યવાહી નહિ કરતા વિરોધ કર્યો હતો. બનાવ સંદર્ભે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન સુધી રજુઆત કરી આગામી દિવસોમાં વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. (lawyer court proceedings separate in Bhavnagar)
આ પણ વાંચોજામનગરમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, 16 ઉમેદવાર વચ્ચે રસાકસીનો જંગ
વકીલ સાથે બનેલો બનાવ અને શું હતું અલ્ટીમેટમભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા પાસે (Bhavnagarcourt proceedings separate) આવેલી સેન્ટ મેરી સ્કૂલના દરવાજે ઉભેલા જયેશ મહેતા નામના વકીલને ચોકીદાર સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં 100 નંબરમાંથી PCR વાન બોલાવતા આવેલા ASI જે જે સરવૈયાએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને, અપશબ્દો આપી, હિચકારો હુમલો કર્યો હોવાની લેખિત રજૂઆત વકીલ મંડળે DSPને કરી હતી. વકીલ મંડળે પોલીસ વડાને ચોવીસ કલાકમાં જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી હતી. પોલીસ તંત્રએ કોઈ પગલાં નહીં ભરતા આજે કોર્ટ કાર્યવાહીથી વકીલ મંડળ અળગું રહ્યું હતું. (Bhavnagar Lawyers Association)
આ પણ વાંચોસુરતમાં વકીલ મંડળની ચૂંટણી; 27 જેટલા ઉમેદવારો મેદાનમાં
શું વકીલ ઠરાવ કર્યો અને ક્યાં કરી રજુઆત પોલીસ તંત્રનીભાવનગરના વકીલ મંડળના (Bar association of Bhavnagar) ત્રણેય એસોસિએશન ઠરાવ કરીને એક દિવસ કોઈપણ કાર્યવાહી ન કરવા ઠરાવ કર્યો હતો. જેને પગલે સંપૂર્ણ સમર્થન મળતા સમગ્ર કોર્ટમાં વકીલો કામગીરીથી અળગા રહેતા કોર્ટની કાર્યવાહી ઠપ થઈ ગઈ હતી. વકીલનો મામલો હવે ગૃહપ્રધાન સુધી પહોંચ્યો છે. જવાબદાર ASIને સસ્પેન્ડ કરીને બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વકીલોનું કહેવું છે કે આજે પોલીસ જો કાયદો હાથમાં લેતી હોય તો એક સામાન્ય નાગરિક શું કરી શકે. અમારી લડત આગામી દિવસોમાં ચાલુ રહેશે તેમ બાર એસોસિયેશનના પ્રમુખ સંજય ત્રિવેદીએ જણાવ્યું હતું. (Police misbehavior with lawyer in Bhavnagar)