ભાવનગર : માસ્ક અંગે દંડ લેવાની સત્તા જ્યારે પોલીસને આપવામાં આવી છે, ત્યારે હવે પોલીસ દ્વારા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઇવ કરી અને માસ્ક ન પહેરનાર લોકોને સ્થળ પર દંડ કરવામાં આવ્યો હતો.
હવે માસ્ક વગર બહાર નિકળશો તો મનપાને બદલે પોલીસ દંડ ફટકારશે - કોરોના વાઇરસ
માસ્ક નહીં પહેરનારને મનપાએ દંડની જોગવાઈ કરી છે. 500 રૂપિયાનો દંડ નિશ્ચિત કરાયેલો છે, ત્યારે હવે મનપાએ આ કામગીરી હાથમાંથી છોડીને ભાવનગર પોલીસને સોંપી દીધી છે. ભાવનગર પોલીસ હવે માસ્ક નહીં પહેરનારને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે માસ્ક નહી પહેરનાર પર કરી કાર્યવાહી
આજે મંગળવારે ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા રોડ પરથી માસ્ક વિના નીકળતા લોકોને સ્થળ પર રોકડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે મોટી સંખ્યામાં માસ્ક પહેર્યા વિનાના લોકો પોલીસના હાથે દંડાયા હતા.