ગુજરાત

gujarat

ETV Bharat / state

Molestation a Minor Girl in Bhavnagar : યુવતીને હેરાન કરનાર યુવકને ઠપકો આપવા જતા પરિવાર પર હુમલો

ભાવનગરમાં નાબાલિક યુવતીને હેરાન (Molestation a Minor Girl in Bhavnagar) કરાતો કિસ્સો સામે આવ્યો છે. યુવક દ્રારા યુવતીને ધમકી અપાતી હતી. નાબાલિક યુવતીના પરિવારે આરોપીને સમજાવવા જતા યુવકે દીકરીના પરિવાર પર હુમલો કર્યો. જાણો શુ છે ઘટના ?

Molestation a Minor Girl in Bhavnagar : યુવતીને હેરાન કરનાર યુવકને ઠપકો આપવા જતા પરિવાર પર હુમલો
Molestation a Minor Girl in Bhavnagar : યુવતીને હેરાન કરનાર યુવકને ઠપકો આપવા જતા પરિવાર પર હુમલો

By

Published : Jan 25, 2022, 9:52 AM IST

ભાવનગર :ગુગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના ગાણા ગાતા લોકો માટે શરમજનક ઘટના સામે આવી રહી છે.ભાવનગરમાં નાબાલિક યુવતીને શાળાએ જતા નિચ શખ્સો હોરાન પરેશાન (Molestation a Minor Girl in Bhavnagar) કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નાબાલિક યુવતીને મોબાઈલમાં મેસેજ કરી ધમકી અપાતી હોવાનો આક્ષેપ યુવતીની માતાએ કર્યો છે. દીકરીના ઘરના સભ્યોએ સમજાવવા જતા શખ્સોએ પરિવારને હથિયાર વડે હુમલો કર્યો હતો.

શુ બન્યો બનાવ અને ક્યારે અને કેમ

ભાવનગરમાં યુવતીને છેડતીની શરમજનક ધટના

કુંભારવાડા વિસ્તારના રામદેવનગરના અવેડા પાસે મોડી રાત્રે એક શખ્સ દ્વારા નાબાલિક દીકરીને મોબાઇલ પર મેસજ કરી હેરાન કરતો હતો. શખ્સે દીકરીને સાંજે મળવા નો આવતા મોબાઈલમાં મેસેજ કર્યો હતો. દીકરીના ઘરના સભ્યોએ સમજાવવા જતા અન્ય શખ્સો મળી દીકરીના ઘરે જઈ દીકરીના ભાઈને છરી વડે હુમલો કરી તેના પરિવારને ઇજા પહોંચાડી આરોપી ફરાર થઇ ગયો હતો. મારામારીમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત ડી.ડિવિઝન પોલીસ સ્ટાફ સર્ટી હોસ્પિટલ પર પહોંચી ફરિયાદ (Crime of Teasing a Young Woman) નોંધી છે.

4ને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેડતીની બાબતે અજાણ્યા શખ્સ દ્વારા 3 પુરુષ અને 1 મહિલાને ધારદાર હથિયાર વડે 4ને ઇજા થતા સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શાળાએ જતી યુવતીને છેડતી કરી મોબાઈલમાં મેસેજ કરી ધમકી આપી હોવાનો આક્ષેપ (Complaint of Molestation of a Girl in Bhavnagar) યુવતીની માતાએ કર્યો છે.

આ પણ વાંચોઃ NCW Women Crimes Report : ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ મહિલા અપરાધમાં મોખરે, રિપોર્ટમાં દાવો...

ફરિયાદ શુ નોંધાઇ અને શું કહ્યું પરિવારની મહિલાએ

યુવતીને શાળાએ જતા અસામાજિક તત્વો હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ ભોગબનનાર પરિવારે કર્યો છે. પરિવારે કહ્યું કે, શાળાએ અમારે દીકરીઓને મોકલવી કે નહીં તેવો સવાલ કર્યો છે. જો કે ભોગબનનાર પરિવારે બનેલા બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં ચાર શખ્સો સામે હથિયારો વડે દીકરીની છેડતી અને મોબાઈલ મેસેજને પગલે ફરિયાદ (Bhavnagar Minor Girl Molestation Crime Cases) નોંધાવી છે. શંકર મેર, મહેશ મકવાણા, ભોલુ મેર અને જયપાલ મેર સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં (Bortalav Police Station) ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ Accident in Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર શાક માર્કેટ પાસે મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત

ABOUT THE AUTHOR

...view details