MBBS તબીબની કોરોના પર કવિતા: બુધસભાના સભ્યનો તબીબી સાથે લેખક તરીકે જાગૃતિનો પ્રયાસ - BHAVNAGAR NEWS
ભાવનગરના દીકરી અને MBBS તબીબની કોરોના પર કવિતા લખી લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજશ્રીબેન બોસમિયા તબીબ સાથે લેખક હોવાથી તેમણે 300 કવિતાઓ લખી છે, અને હમણાં લોકડાઉનમાં 12 કવિતાઓ કોરોના પર લખી છે. કવિના સર્જન કરતી બુધસભામાં પણ તેમને કવિતાઓ મૂકી લોકજાગૃતિનો પ્રયાસ કર્યો છે.
ભાવનગરના દીકરી અને MBBS તબીબ
ભાવનગર :"બકા બહાર ના જતો કોરોનો બાવો ફરે છે " આ કવિતા લખી છે. ભાવનગરના એક મહિલા તબીબે ભાવનગર શહેરના રહેવાસી અને મલેશિયા ખાતે તબીબીનો અભ્યાસ કરનાર રાજેશ્રીબેન બોસમિયા એક લેખક પણ છે. લોકડાઉનમાં તેઓ ભારત આવી ગયા છે. એબીબીએસ તબીબ સાથે લેખક હોવાથી તેમણે કોરોના પર 12 થી વધુ કવિતાઓ લખી છે. તે સાથે બુધસભામાં પણ સભ્ય છે અને કવિતાઓ રચના બાદ ઓનલાઈન બુધ સભામાં પણ મૂકી રહ્યા છે.