ભાવનગર:વલસાડનામાં ભવ્ય રેલી અને સભા સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભાવનગરની (Bhavnagar) મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમૂહલગ્નના (mass marriage program) કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ અવસરે મોટી સંખ્યમાં પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. આ અવસરે વડાપ્રધાન મોદીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા (Blessed the daughters) હતા. જેમાં તેમણે જણાવ્યું હતુ કે,આ અવસરનું મને 6 મહિના પહેલાથી આગોતરું નિમંત્રણ હતું, પહેલા ચડસા ચડસીમાં પોતાની જ્ઞાતિમાં આબરૂ દેખાય રુઆબ દેખાય તેથી દેવું કરીને લગ્નો કરાવવાની હોડ હતી, પરંતુ ધીરે-ધીરે સમાજમાં જાગૃતતા આવી છે અને હવે લોકો સમૂહલગ્ન તરફ વળ્યા છે.
‘પાપાની પરી’ સમૂહ લગ્ન:ભાવનગરમાં ‘પાપાની પરી’ સમૂહ લગ્નનું જવાહર મેદાનમાં આયોજન કરાયું છે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઑના લગ્ન યોજાશે.જેનું ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા આયોજન કરાયું છે. એટલું નહિ સમૂહલગ્નમાં દીકરીઓને પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ મળી રૂપિયા 2 લાખ ઉપરાંતનો કરીયાવર અપાશે.
વલસાડથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કપરાડા તાલુકાના નાનાપોંઢામાં PM મોદીએ સભા સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ ભાજપની સરકાર બનાવવાનું અને જૂના રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે. આજ વખતે ગુજરાત ભાજપ મને કેસે એટલો સમય હું આપીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે...’ એવો નારો આપ્યો.
ગુજરાત ગૌરવ યાત્રા:વડાપ્રધાને રાજ્યમાં થયેલા કામોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતે વિકાસની દ્રષ્ટિએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે સમયાંતરે રમખાણોના દિવસોને દૂર કરીને રાજ્યને આગળ લાવ્યા છે. ભાજપ આગામી વિધાનસભા માટે કમર કસી ગઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 13 ઓક્ટોબરે અમદાવાદમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હોવાથી ગુજરાતમાં સઘન ઝુંબેશ ચાલી રહી છે.
ત્રિ-પાંખિયો જંગ:ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે.ભાજપે ગુજરાતમાં સતત છ વિધાનસભા ચૂંટણી જીતી છે. કોંગ્રેસ વહેલી તકે ચૂંટણી લડવા આતુર છે. ઉમેદવારોને પ્રચાર માટે વધુ સમય આપવાનો નિર્ણય અને યાત્રાઓ દ્વારા તેના પ્રચારને વેગ આપવા માંગે છે. કોંગ્રેસે શુક્રવારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉની ચૂંટણીઓથી વિપરીત આ વર્ષે આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ તેઓ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છે.