પ્લાસ્ટિક ઝબલા માપવાનું પણ હવે યંત્ર, કરે છે આ રીતે કામ ભાવનગર:પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરે છે. જેના ભાગરૂપે ધણા મહાનગરોમાં પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ લાગુ કરાયો છે. પણ સમય જતા ફરી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ શરૂ થઈ જાય છે. અમદાવાદની સાથે વડોદરામાં પણ પ્લાસ્ટિકની થેલી ખાસ કરીને ઝભલા થેલી તરીકે ઓળખાતી બેગ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભાવનગર કોર્પોરેશન તંત્રએ આ થેલીને ડામવા માટે એક યંત્ર અપનાવ્યું છે. જે મીટર પોલિથિન વાપરવા યોગ્ય છે કે નહીં તેની માહિતી આપશે.
ઝબલાનો જથ્થો ઝડપાયો:મહાનગરપાલિકા પ્લાસ્ટિક પ્લાસ્ટિક બેગ જપ્ત કરવા જાય એની પાસે અત્યાર સુધી ખાસ કોઈ સાધન ન હતા. ભયભીત વેપારીઓ પ્લાસ્ટિક ગેરકાયદે હોવાનું માનીને ચુપચાપ આપી દેતા હતા. પોલ ત્યારે ખુલી જ્યારે 4 હજાર ટન પ્લાસ્ટિક ઝબલાનો જથ્થો ઝડપાયો. મહાનગરપાલિકાને પ્લાસ્ટિક બેગની માત્રા જાણવા GPCB (Gujarat Pollution Control Board) પર નિર્ભર રહેવું પડે છે.
ઝબલા માપવાનું પણ હવે યંત્ર કાપડની થેલી વિકલ્પ:આધુનિક સમયમાં કોઈ વ્યક્તિ કાપડની થેલી લઈને ચીજવસ્તુ લેવા જતો નથી. નાની ચીજ હોય કે મોટી ચીજ હંમેશા પ્લાસ્ટિકની બેગની માંગ નાગરિકો કરતા આવ્યા છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્લાસ્ટિકની બેગની જાડાઈની માત્રા પણ નક્કી કરેલી છે. છતાં પણ નિયમો નેવે મૂકીને પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટિકની બેગ બનાવવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા બિનકાયદેસર પ્લાસ્ટિકની બેગો બનાવતા લોકોને ઝડપી રહી છે. પરંતુ પ્લાસ્ટિક બેગની જાડાઈની માત્રા જાણી શકાય તેમાટેનું એકમાત્ર સાધન વસાવી શકી નથી. કામગીરી મહાનગરપાલિકા કરે છે અને કામ કરેલી કામગીરીની ચકાસણી માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર આધાર રાખવો પડે છે. હા અહીંયા વાત છે પ્લાસ્ટિકના ઝબલાની જાડાઈની કે આખરે તેની જાડાઈ કઈ રીતે માપી શકાય છે.
આ પણ વાંચો Sabarmati pollution: ગુજરાત હાઈકોર્ટ થયું લાલચોળ, સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણને લઇને AMC અને GPCBને આપ્યા કાર્યવાહીના આદેશ
બિનકાયદે પ્લાસ્ટિક ઝબલા:ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકની વહેંચાતા ઝબલા અને પ્લાસ્ટિકની માત્રાના નિયમોને નેવી મૂકીને તેમાં ચીજ વસ્તુ આપતા વ્યાપારીઓને દંડી રહી છે. મહાનગરપાલિકા હાલમાં જુના બંદર રોડ ઉપર એક પ્લાસ્ટિકની ફેક્ટરી ઝડપી લીધી હતી. આશરે 4000 ટન પ્લાસ્ટિકના ઝબલાઓ બનાવેલા મળી આવ્યા હતા. મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકના ઝબલાની જાડાઈનો ખ્યાલ ન હતો. કારણ હતું તેમની પાસે સાધનો ન હતા. આથી મહાનગરપાલિકા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બોલાવીને સમગ્ર કામગીરીમાં ચકાસણી કરાવી હતી. જો કે ચકાસણી થયા બાદ પ્લાસ્ટિકના ઝબલા બીનકાયદે કે કાયદેસર તે જાણી શકાય છે. જો ગેરકાયદે હોય તો જ પ્લાસ્ટિક બેગ બનાવતા સામે પગલાં ભરી શકાય છે. એકમાત્ર સાધનના કારણે મહાનગરપાલિકાએ કલાકો સુધી સમય વ્યતીત કરતી રહી હતી.
પ્લાસ્ટિક ઝબલા માપવાનું પણ હવે યંત્ર આ પણ વાંચો પ્રદુષણ સામે પગલાં લેવા નિર્ણય, કાર ચલાવતા પકડાયા તો 20 હજારનો દંડ
પ્લાસ્ટિક બેગ માપવાનું મશીન:ભાવનગર મહાનગરપાલિકા વેપારીઓને ત્યાં રેડ પાડીને પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી લેતી હતી. જો કે સ્થળ ઉપર પ્લાસ્ટિકની થેલી જાડું છે કે પાતળું તે જાણકારી માટે મહાનગરપાલિકા પાસે આજ દિન સુધી સાધનો નથી. આથી વ્યાપારીઓને ધમકાવીને પ્લાસ્ટિકના ઝબલા તો લઈ લેવામાં આવે છે. પરંતુ તેની ચકાસણી કરવા બાદમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સાધન મારફત ચકાસણી કરવામાં આવે છે. જો કે મનમાં થતું હશે કે આખરે આ કયું સાધન. તો હા અમે તમને જણાવી દઈએ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી અલ્કેશ રાઠોડએ જણાવ્યું હતું કે ગેજ મીટરનામનું સાધન આવે છે. જેની કિંમત ત્રણ થી સાત હજાર રૂપિયાની વચ્ચે રહેતી હોય છે. આ સાધનથી સ્થળ પર તાત્કાલિક કોઈપણ પ્લાસ્ટિક બેગ હોય અથવા તો અન્ય કોઈ પણ ચીજ હોય તેની જાડાઈને માપી શકાયછે.
પ્લાસ્ટિક ઝબલા માપવાનું પણ હવે યંત્ર શહેરમાં હાહાકાર:ભાવનગર મહાનગરપાલિકાની પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઉપર કરેલી રેઈડ બાદ સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો. મહાનગરપાલિકા જુના બંદર ઉપર બાલાજી પ્લાસ્ટિક કરીને ફેક્ટરીમાં રેડ કરી 4000 ટન પ્લાસ્ટિકની બેગનો નાશ કર્યો હતો. ગીરીશ મુલાણી નામના વ્યક્તિના નામે ચાલતી આ ફેક્ટરીમાં બનતા પ્લાસ્ટિકના ઝબલા અને બેગ ઉપર નામ ક્રિષ્ના પેપર આપવામાં આવેલું હતું. કંપનીનું નામ બહારથી કંઈક અલગ અને તેની કંપનીમાં બનતી ચીજમાં નામ કંઈક અલગ હતું. આમ છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બોલાવ્યા બાદ કામગીરી કરી હતી. મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ 120 માઇક્રોનથી નીચે ઝબલા હોવા જોઈએ નહીં કે કોઈ પ્લાસ્ટિકની બેગ પણ હોવી જોઈએ નહીં. જો કે પ્લાસ્ટિકના બેગના માઇક્રોન માપવા માટે આવતું સાધન મહાનગરપાલિકા હવે વસાવશે. જેથી કરીને વારંવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના દરવાજે જવું પડે નહીં.
માઇક્રોન પ્લાસ્ટિકને મંજૂરી:ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની પ્લાસ્ટિક બેગ પર વધેલી કડક કાર્યવાહીને પગલે નિયમો બતાવવામાં આવે છે. જો કે આ નિયમો કેન્દ્ર સરકારના એવા છે કે 120 માઇક્રોનથી નીચે કોઈપણ પ્લાસ્ટિક બેગ બનાવવામાં આવે તો તે ગેરકાયદે છે. મતલબ 120 માઇક્રોનથી નીચેની જાડાઈ વાળું કોઈ પણ પ્લાસ્ટિક કે બેગ ગેરકાયદે ગણાય. મહાનગરપાલિકાએ જુના બંદર ઉપર પકડેલી પ્લાસ્ટિકના ઝબલા બનાવતી ફેક્ટરીમાં માત્ર 25 થી 30 માઇક્રોનના 4000 ટન ઝબલા અને પેપર બેગ મળી આવી હતી.
પ્લાસ્ટિક ઝબલા માપવાનું પણ હવે યંત્ર બનાવવાના અખાડાઓ:ભાવનગરમાં શહેરના ખૂણે-ખાચરે ઘણી કંપનીઓના નામ અલગ અલગ અને તેમાં બનતી પ્લાસ્ટિક બેગ ઉપર નામ અલગ છાપીને બનાવવાના અખાડાઓ ચાલતા હશે. જો કે મહાનગરપાલિકાના હાથે નાના નાના વેપારીઓ ઝડપાયા બાદ એક મોટો મેન્યુફેક્ચરનો વ્યાપારી ઝડપાયો છે. ત્યારે આવા પ્લાસ્ટિકના ઝબલા બહારથી પણ આવતા હોય તેને રોકવા માટે મહાનગરપાલિકાએ ટીમ પણ બનાવી લીધી છે. જોવાનું એ રહેશે કે કડક કાર્યવાહીમાં પ્લાસ્ટિક બેગ બંધ થશે કે નહીં ?.