ગુજરાત

gujarat

ETV Bharat / state

તળાજાના પસ્વી ગામમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ - નેશનલ હાઇવેની રિ ટેન્ડરિંગ પ્રોસેસ

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ખરાબ હાલતના કારણે મહુવા-તળાજાના લોકો હેરાન થઈ રહ્યા છે. હવે આ લોકોએ તળાજાના પસ્વી ગામમાં આવેલા નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. જોકે, મહુવા, તળાજા અને મહુવા-રાજુલાના નેશનલ હાઈવે રોડની નવી ટેન્ડર પ્રક્રિયા થઈ નવા કોન્ટ્રકટરને કામ અપાઈ ગયા પછી મહુવા અને તળાજામાં અઠવાડિયામાં બે વખત ચક્કાજામ થયો હતો.

તળાજાના પસ્વી ગામમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ
તળાજાના પસ્વી ગામમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ

By

Published : Apr 2, 2021, 1:46 PM IST

  • ભાવનગરમાં તળાજાના પસ્વી ગામમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો
  • સ્થાનિક લોકોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરતા 5 કિમી ટ્રાફિક જામ થયો
  • ખેડૂત એકતા મંચના નેજા હેઠળ 30 સરપંચો સહિતના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ
  • ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવી ખાતરી તળાજાના SDMએ આપી

આ પણ વાંચોઃહાઇવે ચક્કાજામ કરવાના કેસમાં હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર થયો

ભાવનગરઃ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ખરાબ હાલતના કારણે મહુવા-તળાજાના લોકો હેરાન થઈ રહ્યા છે. હવે આ લોકોએ તળાજાના પસ્વી ગામમાં આવેલા નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. જોકે, મહુવા, તળાજા અને મહુવા-રાજુલાના નેશનલ હાઈવે રોડની નવી ટેન્ડર પ્રક્રિયા થઈ નવા કોન્ટ્રકટરને કામ અપાઈ ગયા પછી મહુવા અને તળાજામાં અઠવાડિયામાં બે વખત ચક્કાજામ થયો હતો. આ પહેલા સરકાર દ્વારા કામ શરૂ કરાયા ની જાહેરાત બાદ પણ શુક્રવારે તળાજાના પસ્વી ગામ નજીક નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

સ્થાનિક લોકોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરતા 5 કિમી ટ્રાફિક જામ થયો

આ પણ વાંચોઃમહુવાના ઓથા ચોકડીએ ગ્રામજનોએ કર્યો નેશનલ હાઇવે ચક્કાજામ

આંદોલનકારીઓએ ચક્કાજામ કરતા 5 કિલોમીટર સુધી ગાડીઓની કતાર લાગી

તળાજાના પસ્વી ગામ નજીક શુક્રવારે સવારે ખેડૂત એકતા મંચના ભરતસિંહ તરેડી અને આજુબાજુના 30 ગામના સરપંચોએ ચક્કાજામ કર્યો હતો. નેશનલ હાઈવે પર ઉભા રહીને સમગ્ર હાઈવેને તમામ આંદોલનકારીઓએ અટકાવી દીધો હતો. ચક્કાજામની જાણ થતા તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ચક્કાજામના કારણે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જોકે, તળાજાના SDMએ ખાતરી આપ્યા પછી આંદોલનનો અંત આવ્યો હતો. મહત્વનું છે કે, નેશનલ હાઈવેનું નવા કોન્ટ્રાક્ટ મુજબ 18 મહિનામાં નવા રોડનું કામ શરૂ થશે અને ચાલુ રોડનું કામ પણ થશે, જે પણ 20 દિવસમાં પૂર્ણ થશે.

ABOUT THE AUTHOR

...view details