ભાવનગરઃ વિદ્યાર્થી આલમમાં પરીક્ષાના ડરને દૂર કરવા દર વર્ષે વડા પ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજે છે. જેમાં વડા પ્રધાન ખુદ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની મુંઝવણ અને તણાવ દૂર કરતા હોય છે. વડા પ્રધાન વિદ્યાર્થીઓએ પુછેલા સવાલોના જવાબો પણ આપે છે. તેઓ પોતાના અને મહાનુભાવોના વિદ્યાર્થીકાળના પ્રસંગો વર્ણવીને વિદ્યાર્થીઓને હિંમત પણ પૂરી પાડતા હોય છે. આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, પ્રિન્સિપાલ વગેરે જોડાયા છે. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે. આપ પણ વડા પ્રધાનને પ્રશ્ન પુછવા રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
2.30 લાખ વિદ્યાર્થીઓઃ ભાવનગરમાં 2.30 લાખ વિદ્યાર્થીઓ છે. આ કાર્યક્રમની સમગ્ર શહેરમાં ચર્ચા છે. તેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાની ચર્ચા છે. આ કાર્યક્રમમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે. ભાવનગરમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો, વાલીઓ અને પ્રિન્સિપાલે આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભાવનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલના પ્રતિભાવો પણ આ કાર્યક્રમને લઈને બહુ સુંદર અને રોચક છે.
દર વર્ષે વડા પ્રધાન દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરમાં 2.30 લાખ વિદ્યાર્થીઓ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યુ હોવાનું મનાઈ રહ્યું છે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે...હિતેન્દ્ર સિંહ પઢેરીયા(જિલ્લા શિક્ષણ અધિકારી, ભાવનગર)
પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં જે ભય અને હાઉ જોવા મળે છે તેને દૂર કરવાનો પ્રયાસ એટલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. મેં પણ આ કાર્યક્રમમાં બાળકોમાંથી પરીક્ષાનો ડર કેવી રીતે દૂર થાય? તેવો પ્રશ્ન પુછ્યો છે...તરુણ વ્યાસ(આચાર્ય, KPES સ્કૂલ, ભાવનગર)