ભાવનગર : ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પશ્ચિમી સંસ્કૃતિને ખાળવા માટે માતા પિતા પૂજન (Parent Worship at Bhavnagar School) કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિ પરિપત્ર જાહેર કરીને શાળામાં કાર્યક્રમો યોજ્યા હતા. શાળામાં યોજાયેલા માતા પિતા પૂજનમાં દરેક ધર્મના વાલીઓએ હાજરી આપી હતી. સંસ્કારોનું સિંચન માટેનો ઉત્તમ પ્રયાસ કરાયો છે પણ વાલીઓનો મત શુ તે પણ જાણો.
શાળામાં માતા પિતા પૂજન કર્યું હતું
શાળાઓમાં યોજાયું માતા પિતા પૂજન સમાજમાં બાળકો આવનાર પેઢી છે. જન્મ આપનાર માતા પિતા (Parent Worship in Bhavnagar) વિશે બાળકોમાં મહત્વ સમજાય તેવા પ્રયાસથી પરિપત્ર કરીને શિક્ષણ સમિતિએ માતા પિતા પૂજન કાર્યક્રમ યોજવા શાળાઓને જણાવ્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે માતા પિતાનું મહત્વ બાળકોમાં સમજાય તેવા હેતુથી માતા પિતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. બીજું કે સમાજમાં માતા પિતાને તરછોડી જેવા બનાવો તેમજ સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ છે. જો માતા પિતાનું પૂજન થશે તો અન્ય માતા પિતાને બાળક સમજશે અને લાગણીઓને તેની સમજી શકશે જેથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
આ પણ વાંચોઃFire in Bhavnagar Alang: ભાવનગરના અલંગ શિપયાર્ડમાં વિકરાળ આગ, ભારે જહેમતે કાબૂમાં આવી
શાળાઓમાં વાલીઓ રહ્યા હાજર
શિક્ષણ સમિતિની શાળા નંબર 47 ના આચાર્ય ભગવતી બાલધીયાએ જણાવ્યું હતું કે, પરિપત્ર પ્રમાણે શાળામાં (Worship in School of Nagar Primary Education Committee) માતા પિતાનું પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 160 બાળકોની હાજરી હતી તેમાંથી 100 બાળકોના વાલીઓએ હાજરી આપી હતી. બાળકો પોતાના માતા પિતાનું પૂજન કરીને સમૂહમાં આશીર્વાદ લીધા હતા એટલે 80 ટકા વાલીઓની હાજરીએ કાર્યક્રમ સફળ થયો હતો.
આ પણ વાંચોઃ ICO Examination Of Vigyan Nagari: જાણો બાળકો માટે કેમ મહત્વની છે ભાવનગર વિજ્ઞાનનગરીની ICO અને ISO પરીક્ષા
વાલીઓએ માતા પિતા પૂજન અંગે શુ આપ્યા પ્રતિભાવ
શાળાઓમાં યોજાયું માતા પિતા પૂજન ભાવનગર શિક્ષણ સમિતિની શાળામાં બાળકોએ માતાપિતાને તિલક કર્યું, ચોખા લગાડ્યા, હાર પહેરાવ્યો અને આરતી ઉતારી હતી. માતાપિતાના ચહેરા પર પણ બાળકની આ કાર્યપ્રણાલી જોઈને સ્મિત વેરાઈ ગયું હતું. વાલી અરુણા ભટ્ટે જણાવ્યું હતું કે, અત્યારે મોબાઈલ યુગમાં બાળકો વેલેન્ટાઈન, ફ્રેન્ડશીપ દિવસની ઉજવણી કરે છે. ત્યારે આપણા ધર્મમાં પૂજા વિધિ કોઈ પ્રસંગે થતી હોય છે. ત્યારે શાળામાં હાલ માતા પિતા પૂજન કાર્યક્રમથી બાળકોને યાદ રહેશે કે આપણે માતા પિતાનું પણ પૂજન કરવું જોઈએ.