ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવાના કસણ ગામે દીપડાનો હુમલો, મહિલાનું મોત - ગુજરાત વનવિભાગ

મહુવાના કસણ ગામે ખેતરમાં કામ કરી રહેલી 20 વર્ષિય મહિલા પર સાંજના સુમારે દીપડાએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.

Panther attacked
Panther attacked

By

Published : Dec 27, 2020, 4:09 PM IST

  • કસણ ગામે ખેતરમાં કામ કરતી યુવતી પર દીપડા નો જીવલેણ હુમલો
  • આરતી મકવાણા નામની 20 વર્ષીય મહિલાનું મોત
  • આ વિસ્તારમાં દીપડાના હુમલાની પ્રથમ ઘટના

ભાવનગરઃ મૂળ ગોપનાથ રાજપરાના વતની શામજીભાઈ મકવાણાનો પરિવાર મહુવા તાલકુના કસણ ગામે ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે આચનક સાંજે 7 કલાકે દીપડાએ હુમલો કરતા શામજીભાઇની પુત્રી આરતી ઇજાગ્રસ્ત થઇ હતી. જેને મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરી હતી.

  • દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માગ

શામજીભાઈ અને તેમનો પરિવાર દિવાળીના તહેવાર બાદ ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતા હતા. જ્યારે ખેતર માલિકના કહેવા મુજબ આ હુમલો અચાનક જ થયો હતો. દીપડો આ બાજુ દેખાય છે તેવા સમાચાર મળતા રહે છે પણ જીવલેણ હુમલો પહેલીવાર થયો છે અને સરકાર અને ફોરેસ્ટ આ બાબત ધ્યાનમાં લઇને દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

ABOUT THE AUTHOR

...view details