ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં શાળાઓની દીવાલે પાનના ગલ્લાઓ, નિયમની એસીતેસી કોઈને બાળકોની નથી ચિંતા - શિક્ષણ સમિતિ

ભાવનગર શહેરમાં શાળાઓની દીવાલે પાનના ગલ્લાઓ ખડકી દેવામાં આવ્યા છે. 100 મીટરની ત્રિજ્યામાં પાનના ગલ્લા હોવા ના જોઈએ તે નિયમની એસીતેસી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિ અરજી આવે તો કાર્યવાહી કરે છે જ્યારે પાનના ગલ્લા વાળા બેફામ છે કોઈ અરજી નહિ કોઈ રોકટોક જોવા મળતી નથી. બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડા અને નિયમનું આખરે પાલન કોણ કરાવશે ?

ભાવનગરમાં શાળાઓની દીવાલે પાનના ગલ્લાઓ, નિયમની એસીતેસી કોઈને બાળકોની નથી ચિંતા
ભાવનગરમાં શાળાઓની દીવાલે પાનના ગલ્લાઓ, નિયમની એસીતેસી કોઈને બાળકોની નથી ચિંતા

By

Published : Aug 11, 2021, 9:47 AM IST

  • ભાવનગરમાં શાળાની આજુ-બાજુમાં પાનના ગલ્લાઓ પણ કાર્યવાહીના નામે મીંડું
  • દેશનું ભવિષ્ય કહેવાતા બાળકોના ભવિષ્ય પર કાળા વાદળોનું મંડાણ
  • સરકારી શાળાઓની દીવાલ જ મુકવામાં આવે છે પાનના ગલ્લાઓ કોઈ રોકટોક વગર
  • સરકારી સાથે ખાનગી શાળાની આજુ-બાજુમાં પણ દિવાલોએ પાનના ગલ્લાઓ

ભાવનગર: શહેરમાં આવેલી શાળાઓની દીવાલોને નજીક આવેલી પાન મસાલાની દુકાનો યુવા પેઢીઓ માટે ખતરનાખ છે. શહેરમાં સરકારી હોય કે, બિન સરકારી શાળાની આજુ-બાજુમાં આવેલા પાનના ગલ્લા સામે કોઈ કાર્યવાહી થતી નથી. સરકારી શાળાની બાજુના પાનના ગલ્લા માટે તો અરજી આવે તોજ કાર્યવાહી થાય છે. બાકી શિક્ષક પણ ચૂપ છે.

નિયમ વિરુદ્ધ વ્યસનના વહેચાણના અખાડા

ભાવનગર શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓની એક મુલાકાત કોઈ પણ સ્થળે લેવામાં આવે તો શાળાની આજુ-બાજુમાં તંબાકુના વ્યસનના અખાડા એટલે પાનના ગલ્લા જોવા મળે છે. શાળાની બાજુમાં નિયમ પ્રમાણે 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પાનની દુકાન હોવામી જોઈએ નહીં પણ નિયમનું પાલન કરે કોણ ? શહેરની હલુરિયા ચોકની શાળા જુઓ કે, પછી મહિલા કોલેજની શાળા કે પછી શિક્ષણ સમિતિ સામે જ રહેલી શાળા જુઓ તો તેની જ શાળાના દીવાલે એક પાનની દુકાન જોવા મળે છે અને તંત્રને કશી પફી નથી.

ભાવનગરમાં શાળાઓની દીવાલે પાનના ગલ્લાઓ, નિયમની એસીતેસી કોઈને બાળકોની નથી ચિંતા

આ પણ વાંચો:આંશિક રાહત બાદ જામનગરમાં પાન મસાલાની દુકાનો શરૂ

નિયમને નેવે મૂકીને પાનની દુકાનો શાળાની જ દીવાલે મુકનાર સામે કેમ તંત્ર ચૂપ

ભાવનાગરનું સ્થાનિક તંત્ર અને પ્રાથમિક શિક્ષણ સમિતિને વર્ષો પહેલા 2 અરજી મળતા કાર્યવાહી થઈ હતી પરંતુ બાદમાં કોઈ અરજી આવી નથી. મતલબ કે, શાળાનો શિક્ષક કહે તો જ પાનની દુકાન સામે કાર્યવાહી થાય બાકી નિયમ ભલે હોય. નિયમ પ્રમાણે મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીએ આવા પાનના ગલ્લા હટાવવાની જવાબદારી હોય છે પણ એવી ફુરસત કોને હોય ? સ્થાનિક તંત્રની ઢીલી નીતિમાં શાળા બહાર બાળકોને વ્યસની બનવાનો અખાડો છે અને સ્થાનિક તંત્ર મૂંગા મોઢે જોઈ રહી છે.

બાળકોમાં વ્યસનથી શું અસર થઈ શકે અને શું કાર્યવાહી કરવી જોઈ

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા હોય કે, પછી ખાનગી શાળા પણ પાનનો ગલ્લો 100 મીટરમાં ના હોય તો 150 કે 200 માં તો હોય હોય અને હોય જ આ શબ્દ એટલે લખી શકાય છે કે, શાળાની આજુ-બાજુમાં પાનની દુકાનો જોવામાં આવી છે. કાર્યવાહી કરનારા મૌન બેઠા છે અને બાળકોના ભવિષ્ય અને યુવા પેઢી પર ખતરો મંડાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details