ગુજરાત

gujarat

ETV Bharat / state

દીવા તળે અંધારું, પાલિતાણા નગરપાલિકા 3 વર્ષથી ગંદી પાણી ખારો નદીમાં છોડતા ખેડૂતોના પાકને નુકસાન - ખૂલ્લી ગટરો

ભાવનગરમાં પાલીાણા નગરપાલિકા (Palitana Nagarpalika) પોતે ગંદકી ફેલાવી રહી છે. શહેરની મધ્યમાં આવેલી ખારો નદીને નગરપાલિકા (Palitana Nagarpalika) પોતે દૂષિત કરી રહી છે. છેલ્લા 3 વર્ષથી નગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા ગંદકીનું પાણી ખારો નદીમાં છોડાતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ મામલે નગરપાલિકા તંત્રને જાણ છતાં પણ આજદિન સુધી કોઈ નક્કર પગલા ન લેવાતા ખેડૂતોને પડ્યા પર પાટું સમાન જોવા મળી રહ્યું છે.

દીવા તળે અંધારું, પાલિતાણા નગરપાલિકા 3 વર્ષથી ગંદી પાણી ખારો નદીમાં છોડતા ખેડૂતોના પાકને નુકસાન
દીવા તળે અંધારું, પાલિતાણા નગરપાલિકા 3 વર્ષથી ગંદી પાણી ખારો નદીમાં છોડતા ખેડૂતોના પાકને નુકસાન

By

Published : Jun 24, 2021, 4:28 PM IST

  • પાલિતાણા નગરપાલિકા (Palitana Nagarpalika) પોતે ફેલાવી રહી છે ગંદકી
  • નગરપાલિકા (Nagarpalika)ની ડ્રેનેજ શાખા ગંદું પાણી ખારો નદીમાં ઠાલવી રહી છે
  • નદીમાં છોડાતા ગંદા પાણીના કારણે ખેડૂતોને પાકને નુકસાન પહોંચ્યું
  • પાલિતાણામાં કોરોના પણ ખૂલ્લી ગટરો મૂકીને પ્રજાનું આરોગ્ય રામ ભરોસે

ભાવનગરઃ એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ પાલિતાણા નગરપાલિકા (Palitana Nagarpalika) નું ડ્રેનેજ વિભાગ જાતે જ શહેરમાં રોગચાળો ફેલાવી રહ્યું છે. શહેરના ડ્રેનેજ કૂવામાંથી ગટરના ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરવાના બદલે ડ્રેનેજ કૂવામાંથી પાણી પાલિતાણા શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં પાણી સીધું ઠલવતા ખારો નદીનું પાણી ભયજનક રીતે પ્રદુષિત થઈ ગયું છે.

આ પણ વાંચો-અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક

3 વર્ષથી ગંદુ પાણી ઠલવાઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં રોષ

આ ખારો નદીનું પાણી 10થી 12 જેટલા ગામોના ખેડૂતોને પિયત માટે આપવામાં આવે છે. આ પ્રદૂષિત પાણીના વિતરણથી આસપાસના 10થી 12 જેટલા ગામના ખેડૂતોના પાકને નુકસાન થઇ રહ્યું છે, જેને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, મહામુલા પાક પાછળ એક વીઘે રૂપિયા 20થી 25,000 સુધીનો ખર્ચ કરવો પડે છે. તેવામાં ખારો નદીમાં ગંદુ પાણી નગરપાલિકા જાણી જોઈને ઠાલવતા ઉભા પાક્ને તેની અસર થઈ રહી છે. નદી કાઠે આવેલા વાડી વિસ્તારમાં આવેલ કૂવાઓના પાણી પણ પ્રદુષિત થઈ ગયાછે, તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું સમાધાન થયું નથી. હવે ખેડૂત સંગઠન દ્વારા આગામી સમયમાં તંત્ર આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો ઉપવાસ અને આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો-માછીમારોને Tauktae cyclone માં મોટું નુકસાન, સરકારી સહાયથી અસંતુષ્ટ, સીએમને કરી રજૂઆત: પરસોત્તમ સોલંકી

નગરપાલિકાના ચીફ ઓફિસર ગોળગોળ જવાબ આપી રહ્યા છે

આ ગંદા પાણી મામલે ETV Bharatની ટીમે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. તો તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ખારો નદી પર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના બે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો આવેલા છે, જે પૈકી એક સ્ટેશનમાં ગંદકીનું પાણી ઓવરફ્લો થાય ત્યારે નદીમાં છોડવું પડી રહ્યું છે. હાલમાં પાલિતાણામાં 5 નવા ડ્રેનેજ વિભાગ દ્વારા પમ્પિંગ સ્ટેશનો અર્બન ડેવલોપમેન્ટ નિગમ દ્વારા બનવામાં આવેલ છે, જેનું કામ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. કામ પૂર્ણ થતા જ આ સમાસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે, છેલ્લા 3 વર્ષમાં આ સમસ્યાનો ઉકેલ નગરપાલિકા કરવામાં નિષ્ફળ નીવડી છે. તેવા વધુ એકવાર મીડિયા સમક્ષ ગોળગોળ જવાબો આપી ચીફ ઓફસર પોતાની ફરજ ભૂલીને છટકવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની વાત કરીએ તો હાલ રામભરોસે પોતાના પાક નું જતન કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details