ગુજરાત

gujarat

By

Published : Feb 16, 2021, 3:28 PM IST

Updated : Feb 16, 2021, 6:58 PM IST

ETV Bharat / state

પાલિતાણા નગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસના 31 ફોર્મ રદ્દ થયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દિવસેને દિવસે માહોલ ગરમાઇ રહ્યો છે, ત્યારે પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ ફાડવાની ઘટના બાદ રાજકારણમાં ચકચાર મચી છે. બે દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ કોઈ અજાણ્યા શ્ખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યાં હતાં. જે બાદ ફોર્મ ચકાસણીના આખરી દિવસે કોંગ્રેસના 36 પૈકી માત્ર 5 ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે.

પાલિતાણા નગરપાલિકા ચૂંટણી
પાલિતાણા નગરપાલિકા ચૂંટણી

  • પાલીતાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા
  • 36 પૈકી 31 ફોર્મના મેન્ડેટ ન હોવાથી નિયમ અનુસાર રદ્દ કરાયાં
  • બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રમુખ મેન્ડેટ જમા કરાવવા જતા સમયે અજાણ્યા શખ્સોએ મેન્ડેટ ફાડી નાખ્યાં હતાં

ભાવનગર : પાલિતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં 9 વૉર્ડ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા ફોર્મ ભરવાના આખરી દિવસે કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ લઈ અને કોંગ્રેસ પ્રમુખ કરણસિંહ મોરી નગરપાલિકા કચેરીએ જમા કરાવવા માટે જતા હતા, તે સમયે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા તેમના હાથમાંથી મેન્ડેટ લઈને ફાડી નાંખવામાં આવ્યાં હતાં. જે બાદ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના જેટલા ફોર્મમાં મેન્ડેટ હતા, તે 5 ફોર્મ ચૂંટણીપંચ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે, ત્યારે મેન્ડેટ વગરના 31 ફોર્મ ચૂંટણીપંચે રદ્દ કર્યા છે. પાલિતાણા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 186 ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી 127 ફોર્મ રદ્દ થયા છે. જ્યારે 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે, જેમાં ભાજપના તમામ 36 ફોર્મ માન્ય જ્યારે કોંગ્રેસના 5 માન્ય અને 31 રદ્દ થયા છે. આ અંગે માહિતી પાલિતાણા ચૂંટણી અધિકારી જી. એસ. દવેએ આપી હતી.

36 પૈકી 31 ફોર્મના મેન્ડેટ ન હોવાથી નિયમ અનુસાર ફોર્મ રદ્દ કરાયા

કોંગ્રેસના જ 31 ફોર્મ રદ્દ થયા તે અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે તેમના મેન્ટેડ તેમને સમયસર જમા કરાવી શક્યા ન હતા. જેના કારણે ફોર્મ રદ્દ થયા છે. કોંગ્રેસ પોતાના માણસોને જ સાચવી શકતા નથી, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

મહેન્દ્રસિંહ સરવૈયા (ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ)

પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં હવે કોંગ્રેસ મોટાભાગના વૉર્ડમાં ઉમેદવારી નોંધાવી શક્યું નથી, હવે કોર્ટના નિર્ણય પર આધારિત છે. પાલીતાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે, જે બાદ રાજકીય દાવપેચ શરૂ થયા છે.

આ અંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું કે, જે ઘટના બની છે, તે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં બની છે, તેના માટે ત્યાંના અધિકારીઓ અને પોલીસ તંત્ર જવાબદાર છે. તેમજ આ અંગેનો કેસ હાઇકોર્ટમાં છે. તેમને આશા વ્યક્ત કરી હતી કે, તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે.

પ્રવીણ રાઠોડ (ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)

Last Updated : Feb 16, 2021, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details