હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓક્સિજન લિકવિડ ટેન્ક સાથે વધુ ઓક્સિજન વ્યવસ્થા ભાવનગરશહેરની સૌથી મોટી સર ટી હોસ્પિટલ ભાવનગર જિલ્લો નહીં પરંતુ જિલ્લાની (Sir T Hospital Bhavnagar) આસપાસના જિલ્લાઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. જ્યારે ગત કોરોનાની લહેરોમાં હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant installed at Sir T Hospital) સ્થાપવામાં આવ્યા છે. સર ટી હોસ્પિટલમાં શુ છે વ્યવસ્થા જાણીએ.
સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન સ્થિતિભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital Bhavnagar) 1,000 બેડ સુધીની વ્યવસ્થાઓ થઈ શકે છે. ત્યારે ઓક્સિજન પ્લાન્ટ માટે 30,000 ની લિક્વિડ ઓક્સિજનની (Oxygen Plant installed at Sir T Hospital) ટેન્કો ઉપલબ્ધ છે. આ સાથે દરેક બેડ સુધી ઓક્સિજન પાઇપલાઇન પણ નાખવામાં આવેલી છે. વ્યવસ્થા અંગે સ્થાનિક તંત્ર દ્વારા ચકાસણી કરી લેવામાં આવી છે.
ઓક્સિજન લિકવિડ ટેન્ક સાથે વધુ ઓક્સિજન વ્યવસ્થાઆ હોસ્પિટલમાં (Oxygen Plant installed at Sir T Hospital) લિક્વિડ ઓક્સિજન ટેન્કની (Liquid oxygen tank) સાથે PSAના 2 પ્લાન્ટ પણ નાખવામાં આવ્યા છે, જેમાં 1 મિનીટમાં 1,000 લિટર ઓક્સિજન એક પ્લાન્ટમાં ઉપલબ્ધ થાય છે. સાથે જ 1 મિનીટમાં 2,000 લિટર ઓક્સિજન પણ બે પ્લાન્ટ મારફત મળી રહે છે.
ઓક્સિજન સાથે અન્ય વ્યવસ્થાઓ શુંભાવનગરમાં BF 7ના ભય વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના (Bhavnagar Municipal Corporation) કમિશનર એન. વી. ઉપાધ્યાય અને સર ટી હોસ્પિટલના સુપરિટન્ડન્ટ (Sir T Hospital Bhavnagar) જયેશ બ્રહ્મભટ્ટે સર ટી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant installed at Sir T Hospital), દવાઓના સ્ટોક અને બેડ વિશે ચકાસણી કરી હતી.
પહોંચી વળવા તૈયારી મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપધ્યાયે જણાવ્યું હતું કે, દવાના સ્ટોક, વેક્સિન અને બેડને લઈને ચકાસણી કરી છે. દરેક વ્યવસ્થાઓ અગાવ કરી લેવામાં આવી છે. હાલ પરિસ્થિતિ થાળે છે પરંતુ જરૂર પડે તો પહોંચી વળવા તૈયારી કરાયેલી છે.