બ્રેઈન ડેડ મહેશભાઇના હૃદય અને કિડનીનું દાન ભાવનગર: પાલીતાણા ખાતે રહેતા મહેશભાઈ મારુંનું અકસ્માત થયા બાદ સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. ભાવનગરની માનવ ઓર્ગન ટ્રસ્ટ દ્વારા તેમના પુત્ર અને પરિવારની સમજાવટ કરીને અંગદાન માટે જણાવવામાં આવ્યું હતું. આથી પરિવાર તૈયાર થતા મહેશભાઈ મારુંનું હૃદય અને બે કિડનીનું અંગદાન કરવામાં આવ્યું છે.
ભાવનગરથી ખાસ કોરીડોર વચ્ચે હૃદય કિડની પોલીસ સુરક્ષા વચ્ચે અમદાવાદ મોકલવામાં આવ્યા ડોક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યા:પાલીતાણા ખાતે રહેતા મહેશભાઈ મારુનો નોઘણવદર પાસે જીઈબી પાવર હાઉસ નજીક અકસ્માત થયો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આથી મહેશભાઈ મારુને ભાવનગરની બીમ્સ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં લાંબા દિવસની સારવાર બાદ સ્વસ્થ નહીં થતાં ડોક્ટર રાજેન્દ્ર કાબરીયાએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ભાવનગરની બીમ્સ હોસ્પિટલથી બપોરના સમયે સ્થાનિક સ્ટાફ દ્વારા મહેશભાઈ મારુને વંદન કરી ફુલ પાંદડીથી હૃદય અને કિડનીને વધાવીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. પોલીસતંત્ર દ્વારા કોરીડોર બનાવીને બાય રોડ હૃદય અને કિડની મોકલવામાં આવ્યા હતા.
બ્રેઈન ડેડ મહેશભાઇના હૃદય અને કિડનીનું દાન
'મારા પપ્પાનું સમઢીયાળા ગામ પાસે અકસ્માત થયેલું ત્યારે અમે ઈજા થતાં ભાવનગર હોસ્પિટલ લાવેલા. ડોક્ટરે તેમને બ્રેઈન હેમરેજ હોવાનું બતાવેલું. આથી ડોક્ટરે અંગદાન માટે સમજાવેલું. મારું પણ કહેવાનું એટલું જ છે કે બીજાની જિંદગી માટે આપણે ઉપયોગી બની અંગદાન કરીએ. - અમિતભાઇ મારું (મહેશભાઇના પુત્ર,ભાવનગર)
ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ મોકલાયા: પાલીતાણા રહેવાસી મહેશભાઈનું નોઘણવદર નજીક અકસ્માત થયો હતો. માથાના ભાગ સહિત અન્ય ઇજાઓ તેમને થઈ હતી. લાંબી સારવાર કર્યા બાદ તેમને અંતે બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર અને પરિવારને સમજાવી અંગદાન વિશે સમજણ આપવામાં આવી હતી. તેમની સંમતિ મળ્યા બાદ સરકારના નોટો અને સોટોમાં ઓનલાઇન જાણ કરવામાં આવી હતી. ત્યાંથી સરકારમાંથી મંજૂરી મળતા અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલમાંથી આવેલી અરજીને પગલે ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ મહેશભાઈનું હૃદય અને બે કિડની મોકલવામાં આવી રહ્યા છે.
ભાવનગરથી ખાસ કોરીડોર વચ્ચે હૃદય કિડની પોલીસ સુરક્ષા વચ્ચે અમદાવાદ મોકલવામાં આવ્યા માનવ ઓર્ગન ટ્રસ્ટ દ્વારા 2008 થી અંગદાન પ્રક્રિયા:ભાવનગર શહેરમાં મહેશભાઈ બોઘાભાઈ મારું નામ બાદ માનવ ઓર્ગન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મનસુખભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે ભાવનગરની અંદર 2008થી ડોક્ટર કાબરીયાના અંડરમાં કામ થઈ રહ્યું છે. આપણે 72 અંગદાન કર્યા છે, આ 73મુ અંગદાન છે. મહેશભાઈ મારુ એ મારી શાળામાં મારી ગામની શાળામાં નોકરી કરતા હતા તેમને છ લોકોને જિંદગી આપી છે.
- Organ Donation: સુરતમાં જન્મ બાદ 100 ક્લાક જીવેલા બાળકના અંગોનું દાન, 5 બાળકોમાં પ્રગટી જીવનની આશ
- First ever youngest organ donation: દેશમાં સૌથી નાની વયનું અંગદાન, પાંચ દિવસના બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન