ભાવનગર: જિલ્લા પંચાયત સામાન્ય સભામાં વર્ષ 2023/24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સર્વાનુમતે બજેટને મંજુર કરવામાં આવ્યું છે. વિપક્ષે બજેટને પગલે વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભાજપના જ સભ્યોએ રોડ બાબતે કરેલા પ્રશ્નને પગલે વિપક્ષે પણ વળતો ઉપરાઉપરી પ્રહાર કરી દીધા છે.
બજેટ પહેલા પ્રશ્નોતરી અને બજેટ મંજુર જિલ્લા પંચાયતમાં બજેટ પહેલા પ્રશ્નોતરી અને બજેટ મંજુર:ભાવનગર જિલ્લા પંચાયત સભા હોલમાં બજેટને લઈને સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં પ્રથમ પ્રશ્નોતરી શરૂ થઈ હતી.પ્રશ્નોત્તરીમાં ભાજપના સભ્યે રસ્તાને લઈને કમાઓ અટકી રહ્યા હોય અને ભ્રષ્ટાચારને લઈને શંકાઓ વ્યક્ત કરતા અંતે પ્રમુખે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ થતું હોવાનું જણાવ્યું હતું. જ્યારે વિપક્ષે પણ શિક્ષણ,આરોગ્ય જેવી પ્રાથમિક સુવિફ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
બજેટ પહેલા પ્રશ્નોતરી અને બજેટ મંજુર બજેટની આવક જાવક અને સિલક રજૂ કરાઇ:ભાવનગર જિલ્લા પંચાયતમાં 1589.97 કરોડની આવક વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. 1252.86 કરોડની ખુલતી સિલકવાળું અને 339.19 કરોડના પૂરાંતલક્ષી વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. આમ જિલ્લા પંચાયતનું 2023/24માં સ્વ ભંડોળમાંથી 1507.44 ખર્ચ કરવા વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
બજેટમાં શુ શુ જાહેર કરવામાં આવ્યું: ભાવનગર જિલ્લા પંચાયતમાં રજુ થયેલા બજેટમાં નક્કી કરાયેલા કામોમાં જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી નક્કી કરાયેલા બજેટમાં બાંધકામ માટે 434.60લાખ, શિક્ષણ માટે 84.70 લાખ, આરોગ્ય માટે 37.10 લાખ અને વિકાસના કામો માટે 200 લાખ, સમાજ કલ્યાણ માટે 9.50 લાખ,જંગલ કટિંગ માટે 40 લાખ તેમજ પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરી માટે 10 લાખ જેવી રકમ ફાળવવામાં આવી છે.PHC રીપેરીંગ અને અન્ય કાર્ય માટે 20 લાખ મંજુર કરાયા છે. જ્યારે કેન્દ્ર સરકારે નક્કી કરેલા 500 ખેડૂતોને પશુચારા માટે નેપાયર ઘાસ વાવેતર પ્રોત્સાહન સબસીડી 100 એકર દીઠ 5 હજાર સહાય જાહેર કરી છે.
Opposition in Parliament: લોકસભામાં વિપક્ષનો વિરોધ, સ્પીકર પર કાગળ અને કાળી પટ્ટી ફેંકી
વિપક્ષે કર્યો વાર:બજેટમાં મંજુર કરવામાં આવેલા પાસાઓ પગલે વિપક્ષ દ્વારા વાર કરવામાં આવ્યો છે કે શિક્ષણ,આરોગ્ય અને રોડ જેવા લોકોની સુવિધામાં કોઈ ખર્ચ એવો જાહેર કરવામાં આવ્યો નથી જેનો સીધો લાભબલોકોને મળી શકે. ભાજપના સભ્યે રસ્તા માટે કરેલા પ્રશ્નોત્તરીમાં ભાજપના જ શાસકો સામેના સવાલ પછી વિપક્ષે બીજો ઘા ફરી રસ્તાને લઈને કર્યો હતો. વિપક્ષે રસ્તામાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી દીધો હતો. વિપક્ષે ડીડીઓ સુધી રજુઆતો કરી હોવાનું જણાવ્યું હતું.