ગુજરાત

gujarat

ETV Bharat / state

બજેટ ચૂંટણીલક્ષી...! ભાવનગર માટે કઈ નવીન નહિ કેમ ભાઈ ? : વિપક્ષનો વાર શાસકની વાહ વાહી

ભાવનગર શહેરને ચૂંટણી (Gujarat budget 2022) આવે એટલે સત્તામાં બેઠેલા શાસકોને ચૂંટણીના મુદ્દાઓ દેખાવા લાગે છે. વિકાસનો ઝંડો હાથમાં લઇ ફરતી ભાજપ સરકારે ફરી ભાવનગરને જૂનો વિકાસનો (Development in Bhavnagar) મુદ્દો રિપીટ ભેટ આપી દીધી છે. વરિષ્ઠ પત્રકાર અને ભાજપ, કોંગ્રેસ શુ કહે છે જાણો.

બજેટ ચૂંટણીલક્ષી...! ભાવનગર માટે કઈ નવીન નહિ કેમ ભાઈ ? : વિપક્ષનો વાર શાસકની વાહ વાહી
બજેટ ચૂંટણીલક્ષી...! ભાવનગર માટે કઈ નવીન નહિ કેમ ભાઈ ? : વિપક્ષનો વાર શાસકની વાહ વાહી

By

Published : Mar 5, 2022, 2:19 PM IST

ભાવનગર : ભાવનગર શહેરને એકને એક મુદ્દા પર દર વર્ષે બજેટમાં (Gujarat budget 2022) સ્થાન મળે છે. રિંગરોડની વાતું વર્ષોથી થઈ અને બજેટમાં પણ લેવાતું આવ્યું છે. પરંતુ જમીન પર અમલીકરણ થતું નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે માત્ર વાતું થાય છે અને શાસકે બચાવ કર્યો છે કે ખાતમુહૂર્ત કરીયે એના લોકાર્પણ અમે જ કરીએ છીએ.

ભાવનગર માટે કઈ નવીન નહિ કેમ ભાઈ ?

કોંગ્રેસે બજેટમાં કઈ નવીન નહિ હોવાનું કહી માત્ર વાતો ગણાવી

ભાવનગરમાં ચૂંટણીમાં જાહેર થયેલા મુદ્દાઓમાંથી 10 માંથી 2 ટકા કામ થતા હોવાનું ચર્ચાય છે. વિપક્ષમાં બેઠેલી (Cons in Bhavnagar over Budget) કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘણીએ જણાવ્યું હતું કે, રીંગરોડની માત્ર વાતું થાય છે..! અમલીકરણ થતું નથી. આપણે શહેરમાં જોઈએ છીએ કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર સિવાય કશું નથી. રજવાડાના સમયનો RCC રોડ હજી સારો છે. પણ હાલની નવી ટેક્નોલોજીમાં RCC રોડ તૂટી જાય છે.

આ પણ વાંચો :Gaumata Poshan Yojana: સરકાર પાંજરાપોળના સમારકામ માટે પણ અલગ ગ્રાન્ટ ફાળવે, રાજકોટ માલધારી સમાજની માગ

ભાજપે કર્યો બચાવ અને શહેર પ્રમુખે શુ કહ્યું જાણો

ભાવનગર શહેરમાં 25 વર્ષથી ધારાસભા અને મહાનગરપાલિકામાં જીત મેળવતી ભાજપ રાજ્ય સરકારના બજેટને આવકાર્યું છે. શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના બજેટને અમે આવકારીએ છીએ ભાવનગરની જનતાને જે રિંગ રોડ આપવામાં આવ્યો છે. તેનાથી સંતુલન અને વ્યસ્થિત વિકાસ (Development in Bhavnagar) થશે. અમે જેના ખાતમુહૂર્ત કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. જો કઈ બજેટમાં મળ્યું છે. તેનાથી આગામી દિવસોમાં ભાવનગરનો વિકાસ થશે.

આ પણ વાંચો :Congress's question on animal : સરકાર પશુઓ માટે બજેટ ફાળવવાની વાતો કરે છે પરંતુ પશુ ડોક્ટરોની ભરતી કરતી નથી

રાજકીય વિશ્લેષક શુ કહે છે બજેટને પગલે ભાવનગર માટે

ભાવનગર બજેટ મુદ્દે રાજકીય રીતે જોવા જઈએ તો કોરોનાકાળ બાદ ભાવનગર માટે (What Bhavnagar Got in Budget) કશું નવીન નથી. ગુજરાતનું બજેટ ગ્રોથ એન્જિન તરીકે માનવામાં આવે કે બનશે. આ મુદ્દે ભાવનગરના વરિષ્ઠ પત્રકાર જયેશ દવેએ જણાવ્યું હતું કે, હાલમાં રજૂ થયેલું બજેટ ચોક્કસ ચૂંટણીલક્ષી છે. ભાવનગર સંદર્ભે વાત કરીએ તો રિંગ રોડનો પણ બીજી વખત સમાવેશ થયો છે. CNG સ્ટેશન પણ બીજી વખત બજેટમાં લેવામાં આવ્યું છે પરંતુ તેની કોઈ પ્રક્રિયા હજુ સુધી હાથ ધરાઈ નથી.

ABOUT THE AUTHOR

...view details