ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રોશનભાઈ નામના વેપારીની ડુંગળી યાર્ડના શેડમાં રાખવામાં આવી હતી. જેથી વેપારીની ડુંગળી પર કોઈ હાથ ફેરો કરી જતા હોબાળો મચ્યો હતો. રોશનભાઈની 15 થેલી એટલે કે 50 હજારની ડુંગળી કોઈ ચોરી કરી ગયું હતું. ડુંગળીની ચોરીની વાત આવતા યાર્ડના ઉપપ્રમુખ છોટુભા અને સેક્રેટરી દોલુભા રોયલા સહિતના જવાબદાર લોકો દોડી આવ્યા હતા.
સોનાની લગડી સમાન ડુંગળીની ચોરી: યાર્ડમાં CCTV શોભાના ગાંઠિયા સમાન - ભાવનગર યાર્ડમાં વેપારીની ડુંગળીના થેલાની ચોરી
ભાવનગર: ડુંગળી પણ હવે અસુરક્ષિત બની છે. ત્યારે ભાવનગર યાર્ડમાં વેપારીની ડુંગળીના થેલાની ચોરી થતાં હરાજી અટકાવી દેવામાં આવી હતી. યાર્ડમાં CCTV કેમેરા છે. પણ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન હોવાથી વેપારી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

ભાવનગર
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેપારીની ડુંગળીની ચોરી
ત્યારબાદ યાર્ડના તંત્રને વેપારી અને ખેડૂતોએ રોષભેર રજુઆત કરી હતી. યાર્ડના CCTV કેમેરા બંધ છે. ત્યારે ડુંગળીની ચોરી થતા ખેડૂતો અને વેપારીઓ સુરક્ષાની માગ કરી રહ્યા છે. યાર્ડના ચેરમેનનું કહેવુ છે કે, ડુંગળીની ચોરી નથી થઈ. કારણ કે ગેટપાસ સિવાય કોઈ વાહન અંદર જઇ શકે નહીં. પરતું તેમ છતાં યાર્ડમાં કોણ કોણ આવ્યું તેની વિગત અને તપાસ બાદ કાર્યવાહી કરીશુ તેમ જણાવ્યું હતું.