ભાવનગરના ડુંગળીના ભાવે ખેડૂતો અને ગ્રાહકોને રડાવ્યા ભાવનગર:ડુંગળી સમારતા સમયે આંખોમાં ગૃહિણીઓને આંસુ લાવતી ડુંગળી આજકાલ ખેડૂતોને અને પ્રજાને આંખમાં આંસુ લાવી રહી છે. યાર્ડમાં ખેડૂતને ડુંગળીના ભાવો મળતા નથી અને પ્રજાને બમણા, ત્રણ ગણા તો ક્યારેક ચાર ગણા ભાવ આપવા પડી રહ્યા છે. હાલમાં પણ પરિસ્થિતિ તેવી જ જોવા મળી રહી છે. લારીમાં વહેંચતા વ્યાપારીઓ અને પ્રજા શુ કહે છે. જાણો
ભાવનગરના ડુંગળીના ભાવે ખેડૂતો અને ગ્રાહકોને રડાવ્યા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી હાલમાં ઓછામાં ઓછી 20 કિલોના 100 રૂપિયાના ભાવે વહેંચાઈ રહી છે. ત્યારે વધુમાં વધુ 340 રૂપિયાના ભાવે વહેંચાઈ રહી છે. ત્યારે બજારમાં લારીમાં ડુંગળી વહેંચતા મહમદભાઈ આરીફે જણાવ્યું હતું કે, અમે 15 રૂપિયા લાવીને 20 રૂપિયા વેચીએ છીએ. જેમાં ચાલુ અને સ્પેશિયલ બે પ્રકારની ડુંગળી લાવીએ છીએ. ચાલુના 15 રૂપિયા અને સ્પેશિયલના 25 થી 30 રૂપિયા છે. નવી ડુંગળી ખેડૂતોને 12 મળી રહ્યા છે. મેડાની સંઘરેલી ડુંગળી હોય તો તેના ભાવ 50 કિલો છે. બે ચાર મહિના પહેલા ડુંગળીના ભાવ 50, 60 થી લઈને 70 સુધી પહોંચ્યા હતા. અત્યારે નવી ડુંગળીની આવક થઈ ગઈ છે. ભાવનગર શહેરને અંદાજા 500 ગુણીની જરૂરિયાત હોય છે. ત્યારે યાર્ડમાં રોજની હજારો ગુણી આવી રહી છે.
ભાવનગરના ડુંગળીના ભાવે ખેડૂતો અને ગ્રાહકોને રડાવ્યા ભાવનગર શહેરમાં ખાચા ગલીએ લારી લઈને જતા શાકભાજીના છૂટક વ્યાપારીઓ દ્વારા 30 થી લઈને 35 રૂપિયા પ્રતિકિલો સુધી ડુંગળીના ભાવ ના લેવામાં આવતા હોય છે. ત્યારે બજારમાં 15 થી લઈને 30 રૂપિયા ભાવે પ્રતિકિલો ડુંગળીના ભાવ હાલમાં થઈ ચૂક્યાં છે. પરંતુ એ ડુંગળી છે કે જે હાલમાં નવી આવી રહી છે. જો કે જૂની મેડાની ડુંગળીના ભાવ હજુ ઊંચા છે, ત્યારે બજારમાં શાકભાજી લેવા આવેલા વિજયભાઈ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, અહીંયા આ લારીવાળા લોકો અલગ-અલગ ભાવે ડુંગળીનું વેચાણ કરે છે. સરકાર ધ્યાન દેતી નથી. મહાનગરપાલિકા લારીઓ હટાવે છે તો જીવન જરૂરિયાતમાં આવતી ડુંગળીના ભાવ સરકારે કંટ્રોલમાં લાવવા જોઈએ. યાર્ડમાં જો નવને દસ રૂપિયા ડુંગળી વેચાતી હોય તો બજારમાં 30 રૂપિયા વેચાઈ રહી છે તેને લઈને સરકારે વિચારવું જોઈએ.
ભાવનગરના ડુંગળીના ભાવે ખેડૂતો અને ગ્રાહકોને રડાવ્યા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 100 રૂપિયા પ્રતિ મણ ગળી વેંચાય રહી છે, એટલે પ્રતિકિલો ડુંગળીના ભાવ ખેડૂતને માત્ર પાંચ રૂપિયા મળ્યા કહેવાય, ત્યારે સૌથી ઊંચી ડુંગળી પ્રતિમણ 340 રૂપિયામાં વેચાય છે. જેના કિલોના ભાવ 17 રૂપિયા થયા કહેવાય મતલબ સાફ છે. પાંચ રૂપિયાથી લઈને 15 અને 25 વચ્ચેનો તફાવત કેટલો હોઈ શકે, કારણ કે પાંચ રૂપિયા વાળી ડુંગળી બજારમાં 15 થી 20 રૂપિયા વહેંચાય છે. એટલે બે થી ત્રણ ગણો ભાવ થયો. ત્યારે ઊંચી ડુંગળી મેડાની હોય તો તે 30,40 ને 50 રૂપિયા સુધી પણ વેચાય છે. મતલબ બે થી ત્રણ ગણો ફાયદો મળી રહ્યો છે અને તેના બમણા ભાવે વહેંચીને કમાણી થઈ રહી છે. પરંતુ ખેડૂતોને પોતે જ કરેલી કાળી મજૂરીની કિંમત નથી મળતી એ સ્પષ્ટ સ્થિતિ દેખાઈ રહી છે.
- Bhavnagar Onion Farmers : ડુંગળીની સ્મશાનયાત્રા, અંતિમવિધિ અને બેસણું યોજી ડાકલાં પણ બેસાડ્યાં, સરકારને આપી આ ચીમકી
- Onion Price : ડુંગળીના હાર પહેર્યા, રસ્તા પર ડુંગળી ફેકી, ભાવનગરના ખેડૂતો "ભાવ' ને લઇને લાલઘૂમ