ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીના ભાવો 2 જ દિવસમાં 50 ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ

ભાવનગરઃ જિલ્લા યાર્ડમાં હાલ આવક 1 લાખ ગુણીની આસપાસ હોવી જોઈએ પરંતુ હાલ આવક 11 હજાર ગુણીની છે. બે હજાર પહોંચેલા ભાવ એક હજાર આવી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. એક મહિનો સરકારે આયાત ના કરી હોત તો ખેડૂતોને ખર્ચના પૈસા મળી શકે. તેમ હતા પરંતુ સરકારે ખેડૂતને દાઝ્યા પર ડામ આપ્યો હોવાનું ખેડૂતો માની રહ્યા છે.

ડુંગળીના ભાવો 2 જ દિવસમાં 50 ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ
ડુંગળીના ભાવો 2 જ દિવસમાં 50 ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ

By

Published : Jan 2, 2020, 2:57 PM IST

ભાવનગરના યાર્ડમાં ડુંગળીના ભાવો બે દિવસમાં અધધધ 1000 રૂપિયા સુધી ઉતરી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આયાત બાદ પુના મહારાષ્ટ્રની ડુંગળી બજારમાં આવતા ભાવનગરમાં ભાવ નીચા ગયા ત્યારે ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે.

ડુંગળીના ભાવો 2 જ દિવસમાં 50 ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ

ભાવનગર જિલ્લામાં ડુંગળીના ઓછા ઉત્પાદનને પગલે 20 કિલોના ભાવ રૂપિયા 2000 સુધી પહોંચી ગયા હતા. ખેડૂતોને આશા હતી કે ઉત્પાદન ભલે ઓછું હોય પરંતુ ભાવ ઊંચા મળવાથી ખર્ચ નીકળી જશે. પરંતુ સરકારે આયાત શરૂ કર્યા બાદ મહિના પછી હવે પુના અને મહારાષ્ટ્રની ડુંગળી બજારમાં આવતા ભાવનગરમાં ભાવ નીચા જતા રહ્યા છે.

ડુંગળીના ભાવો 2 જ દિવસમાં 50 ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ
ડુંગળીના ભાવો 2 જ દિવસમાં 50 ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ

ડુંગળીની યાર્ડમાં આવક હાલ 1 લાખ ઉપર ગુણીની હોવાના બદલે 11 હજાર આવક છે, પરંતુ આયાત અને પુના મહારાષ્ટ્રની ડુંગળી બજારમાં આવતા 2000ની ડુંગળી 1000 આસપાસ માત્ર 2 દિવસમાં પહોંચી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે એક મહિનો પૂનાની ડુંગળીની આવક નહોતી. ત્યારે ભાવો મળી શકે તેમ હતા પરંતુ સરકારે આયાત કરીને દુઃખી ખેડૂતને વધુ દુઃખી કરવાનું કામ સરકારે કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details