ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર યાર્ડમાં લોકડાઉન વચ્ચે રજીસ્ટ્રેશન કરી 100 ખેડૂત બોલાવી ડુંગળીની હરાજી શરૂ કરાઇ - કોરોના

ભાવનગર દેશનો બીજા નંબરનો ડુંગળી પકવતો જિલ્લો છે. ખેડૂતના ખેતરથી લોકો સુધી ડુંગળી પોહચડવાનું માધ્યમ યાર્ડ છે. લોકડાઉનમાં બંધ યાર્ડમાં પણ હરાજીનો પ્રારંભ વિજય મુહૂર્તમાં શરૂ કરવામાં આવ્યો છે. 100 ખેડૂતને રજીસ્ટ્રેશન કરી બોલાવીને આજથી પોલીસ કાફલા વચ્ચે હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Onion auction begins by registering 100 farmers in the yard due to lockdown
યાર્ડમાં લોકડાઉન વચ્ચે રજીસ્ટ્રેશન કરી 100 ખેડૂત બોલાવી ડુંગળીની હરરાજી શરૂ કરાઇ

By

Published : Apr 18, 2020, 3:05 PM IST

ભાવનગર: ભારતનું ડુંગળીના ઉત્પાદનમાં બીજા નંબરે છે. ત્યારે લોકડાઉન અને કોરોનાના કહેરને કારણે ડુંગળી ખેડૂતોના ખેતરમાં હતી. ત્યારે રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ડુંગળીની હરરાજીની મંજૂરી આપતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિજય મુહૂર્તમાં હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

યાર્ડમાં લોકડાઉન વચ્ચે રજીસ્ટ્રેશન કરી 100 ખેડૂત બોલાવી ડુંગળીની હરરાજી શરૂ કરાઇ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી વિજય મુહરૂટમાં ખેડૂતને ધ્યાનમાં લઈને શનિવારથી શરૂ કરવામાં આવી છે. સરકારના નિર્દેશ બાદ યાર્ડના તંત્ર દ્વારા અઠવાડિયામાં બે દિવસ યાર્ડમાં ડુંગળીની હરરાજી શરૂ કરી છે. ડુંગળી, અનાજ, કપાસ વગેરેની અઠવાડિયામાં બે દિવસ હરરાજી કરવામાં આવશે. યાર્ડમાં હરરાજી માટે પ્લાન બનાવવામાં આવ્યો છે. 100 ખેડૂતને એક દિવસ માટે બોલાવવામાં આવશે.

યાર્ડમાં લોકડાઉન વચ્ચે રજીસ્ટ્રેશન કરી 100 ખેડૂત બોલાવી ડુંગળીની હરરાજી શરૂ કરાઇ
યાર્ડમાં લોકડાઉન વચ્ચે રજીસ્ટ્રેશન કરી 100 ખેડૂત બોલાવી ડુંગળીની હરરાજી શરૂ કરાઇ

દરેક ખેડૂતે સીધુ યાર્ડમાં નથી આવવાનું પણ હરરાજી માટે યાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. અઠવાડિયા દરમિયાન યાર્ડના લેન્ડલાઈન નંબર પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. જે બાદમાં યાર્ડ ખેડૂતને તારીખ અને સમય આપશે. પોતાનો માલ લઈને આવવાનું રહેશે. 4 દિવસથી રજીસ્ટ્રેશન શરૂ હોઈ તે દરમિયાન રજીસ્ટ્રેશન કરનારા ખેડૂતોને શનિવારે બોલાવવામાં આવ્યા હતા. 100 ખેડૂતો પોતાની ડુંગળી લઈને આવ્યા હતા. પોલીસ કાફલા વચ્ચે યાર્ડમાં ડુંગળીની હરરાજી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details