- વિરાટ જહાજને મ્યુઝિયમ તરીકે રાખવા મહરાષ્ટ્ર સરકાર મેદાને
- રક્ષા મંત્રાલયને પત્ર લખી જહાજને મ્યુઝિયમ રાખવા જગ્યા આપવા તૈયાર
- ગોવા ખાતે જગ્યા આપવા મહારાષ્ટ્ર સરકાર તૈયારનો દાવો
- વિરાટનું ભંગાણ ન કરવા માટે કોઈ એનોસી સર્ટીફીકેટ શ્રી રામ ગ્રુપને ના મળ્યાની પુષ્ટિ
ભાવનગરઃ અલંગ ખાતે આવેલ નેવીનું વિરાટ જહાજના કટિંગ પર રોક લગાવવા મહારાષ્ટ્રની શિવસેના સરકાર દ્વારા રક્ષા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં વિરાટને મ્યુઝિયમ તરીકે રાખવા ગોવામાં જગ્યા આપવા તૈયાર છે તેવી વાત ચર્ચાનો વિષય બની છે.
કોણે લખ્યો રક્ષા મંત્રાલયને પત્ર?
ભાવનગરના અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા નેવીના વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શીપીંગ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝિયમ તરીકે જાહેર કરવાની માગ ઉઠી હતી અને મુંબઈ સ્થિત એક કંપની દ્વારા પણ કોર્ટમાં એક પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટ દ્વારા ચુકાદો શીપબ્રેકરના પક્ષમાં આવ્યો છે. એટલે કે, દેશના રક્ષા મંત્રાલય પર કોર્ટે નિર્ણય છોડ્યો હતો. તેથી રક્ષામંત્રાલયે અરજી ફગાવતા હવે વિરાટને તોડવા શ્રી રામ ગ્રુપ દ્વારા પ્રારંભ કર્યો છે, ત્યાં ફરી એકવાર વિરાટને લઈને સમાચાર વહેતા થયા છે કે, મહારાષ્ટ્ર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી દ્વારા રક્ષા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે કે, મહરાષ્ટ્ર સરકાર દ્વારા વિરાટને મ્યુઝિયમ માટે ગોવા ખાતે જગ્યા ફાળવવા તૈયાર છે અને વિરાટને અલંગમાં ન ભાંગવા એનોસી આપવામ આવે.